અભ્યાસની સાથોસાથ ડાન્સને લક્ષ્યાંકમાં રાખી મેળવી અનેરી સિધ્ધી

ડાન્સ દિવાને રિયાલીટી શોમાં ચમકશે રાજકોટનો કેયુર વાઘેલા: કલર્સ ચેનલ પર પર્ફોમન્સ થશે રિલીઝ

Entertainment | Rajkot | 15 May, 2024 | 03:51 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.15
 એવું કહેવાય છે ને કે, ‘કોશિશ કરનેવાલો કી કભી હાર નહીં હોતી’.. આ કહેવતને સાતત્યપૂર્ણ સાર્થક કરી રાજકોટના યુવાન કેયુર વાઘેલાએ. અભ્યાસની સાથોસાથ ડાન્સમાં રૂચી રાખનાર કેયુર વાઘેલાએ ટીવી રિયાલીટી શો ડાન્સ દિવાનેમાં પર્ફોમન્સ આપ્યું હતું. જેનું ટેલિકાસ્ટ આગામી તા.18મેને શનિવારના રોજ થશે. અહીં સુધી પહોંચવા માટે કરેલા સંઘર્ષો વિશેની વાતચીત ‘સાંજ સમાચાર’ સાથે કરેલી હતી.

 કેયુર વાઘેલાએ જણાવ્યું હતું કે તેનો જન્મ ઉપલેટામાં થયો છે અને ઉછેર રાજકોટમાં થયેલ છે. હાલ તેનો પરિવાર ગાયકવાડી વિસ્તારમાં રહે છે. 16 વર્ષની ઉંમરથી ડાન્સમાં રૂચી ધરાવતા ડાન્સીંગ ક્ષેત્રમાં આગળ વધવાની તાલાવેલી લાગી હતી. શરૂઆતથી જ પોતાની જાતે કોઈ પણ વ્યકિત પાસેથી તાલીમ મેળવ્યા વગર ડાન્સ કરવાનું શરૂ કયુર્ં હતું. લોકપ્રિય ડાન્સર માઈકલ જેકશન અને ઋત્વિક રોડનથી પ્રેરીત થઈને પોતાની કલાને કંડારી હતી. રાજકોટની લાલ બહાદુર શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો છે. શાળામાંથી જ અભ્યાસની સાથોસાથ બીજી પણ એકિટવિટીસમાં રસ હતો.

પરંતુ મારી સૌથી વધારે રૂચી ડાન્સમાં જ હતી. શાળામાં થતા ફેસ્ટીવલ, ફંકશનમાં ડાન્સ પર્ફોમન્સ આપવાનું શરૂ કયુર્ં હતું. આ જ રીતે સફળતા અને સંઘર્ષોની સીડી ચડીને સૌ પ્રથમ વખત ડાન્સ પ્લસ સીઝન-3માં ક્ધટેસ્ટન્ટ, બેંગ્લોર વર્લ્ડ ડાન્સ કપ-2018માં હીપ હોય પર્ફોમન્સ કરી વિજેતા થયો તેમજ વર્લ્ડ ઓફ ડાન્સ 2021માં ઈન્ડીયાથી કવોલીફાઈડ ક્ધટેસ્ટન્ટ તરીકે સીલેકશન થયું હતું. અને કલર્સ ગુજરાતી રિયાલીટી શો ‘નાચ મારી સાથે’ પણ ઓડીશન આપેલ છે.

 સામાન્ય પરિવારમાંથી આવતા કેયુર વાઘેલાના પિતા નિલેશભાઈ વાઘેલા બપોર સુધી દરજી કામ કરે છે અને બપોર બાદ સિકયુરિટી તરીકે પોતાની ફરજ બજાવે છે. શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોલેજની ફી ભરવા માટે કેયુરે ડાન્સ કલાસ ચલાવી પોતાના અભ્યાસનો ખર્ચ જાતે ઉઠાવ્યો હતો. સંઘર્ષોની વચ્ચે પણ પોતાની ડાન્સ પ્રત્યેનો પ્રેમ અડગ રાખીને કોલેજની ડિગ્રી સાથે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હાલ કેયુર સાત મહિનાથી યુકેમાં અભ્યાસ કરી રહ્યો છે. અભ્યાસની સાથોસાથ ડાન્સની કલાને ખંતપૂર્વક જીવંત રાખી છે.

યુકેમાં કલર્સ ચેનલના રિયાલિટી શો ડાન્સ દિવાનેનું ઓડિશન થયું હતું. જેમાં લક્ષમાંથી ભારતીય તરીકે તે વિનર થયો હતો. ત્યારબાદ મુંબઈ સ્થિત દિવાનેના સ્ટુડિયોમાંથી સ્પેશિયલ પર્ફોમન્સ આપવા માટે બોલાવ્યો હતો. ડાન્સ દિવાનેના સ્ટુડિયોમાં આવી માધુરી દિક્ષિત અને સુનિલ શેટ્ટી સામે અદભુત પર્ફોમન્સ આપ્યું હતું. આ પર્ફોમન્સ બાદ કેયુરને સ્ટેન્ડિંગ ઓર્વશન પણ મળ્યું હતું. તે દરમ્યાન માધુરી દિક્ષિતએ કેયુરની સરાહના કરતા જણાવ્યું હતું કે તમારી ડાન્સ કલા પર તમે ખુબજ ઝીણવટપૂર્વકથી કામગીરી કરેલ છે.

આ સાથે સુનિલ શેટ્ટીએ પણ કહ્યું હતું કે તમે ડાન્સીંગ અને એકટીંગ બંને સાથે કરી શકો છો. આ રીતની સ્ટાઈલ ખુબ જ ઓછા વ્યકિતમાં જોવા મળે છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે 16 વર્ષની ઉંમરથી જ ડાન્સની દુનિયામાં સફળતાના શીખરો સર કરનાર કેયુરએ 85 એવોર્ડ મેળવ્યા છે હવે આગળ તેઓ બ્રિટીશ ગોટ ટેલેન્ટમાં ઓડિશન આપશે.

♦7 મહિનાથી અભ્યાસ માટે યુકે ગયેલ કેયુર બ્રિટીશ ગોટ ટેલેન્ટમાં પણ છવાશે: 10 વર્ષના અનુભવ સાથે જીત્યા છે 85 એવોર્ડ

♦માઈકલ જેકશન અને ઋત્વિક રોશન છે આઈડીયલ: ટીવીના અનેક ડાન્સ રિયાલીટી શોમાં આપ્યા છે આકર્ષક ડાન્સ પર્ફોમન્સ

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj