રાજુલા, તા.13
રાજુલા તાલુકા ખાતે રવિકૃષિ મહોત્સવ-2024 નું ભવ્ય આયોજન થયેલ જેમાં સમગ્ર તાલુકાના ખેડુત બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ સુભાષ પલેકર્જી પુરસ્કૃત ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીમાં 3 વાર રાજ્યપાલ હસ્તે એવોર્ડ મેળવનારા કાળુભાઈ વાઘ દ્વારા પ્રાકૃતિક ખેતી થી વધારે ઉત્પાદન કઈ રીતે લઇ શકાય તે અંગે વક્તવ્ય રજૂ કરવામાં આવેલ.
જેમાં તાલુકા અમલીકરણ સમિતીના અઘ્યક્ષ અને નાયબ કલેકટરશ્રી, ડો.મેેેેહુલ બરાસરા,જિલ્લા ન્યાય સમિતી ચેરમેન પ્રતિનીઘી કરશનભાઇ ચૌહાણ,જિલ્લા પંચાયત સભ્યશ્રી વિક્રમભાઇ શિયાળ,હરસુરભાઇ લાખણોત્રા પ્રમુખશ્રી તાલુકા ભાજપ, ડો.હિતેષભાઇ હડીયા, ભાણજીભાઇ શિયાળ, રાકેશભાઇ શિયાળ, કનુભાઈ ધાખડા, એચ.બી.પુરોહિત મામલતદારશ્રી,રાજુલા, બી.એન.કલસરીયા, તાલુકા વિકાસ અઘિકારીશ્રી,રાજુલા એ.એચ.દાણીઘારીયા મ.તા.વિ.અ.રાજુલા કૃષિ વૈજ્ઞાનીકો,શ્રી ડામોર મદદની ખેતી નિયામક,ઘારી, તેરૈયા વિસ્તરણ અધિકારી ખેતી,અને વિશાળ પ્રમાણમાં ખેડુતો અને આગવાનો અને પશુપાલન, આત્મા યોજના.સહકારી બેકો, વગેરે વિભાગના અઘિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા. જેમાં ખાસ ઉપસ્થિત રહેલ સુભાષ પલેકર્જી પુરસ્કૃત ગૌ આધારિત પ્રાકૃતિક ખેતીમાં 3 વાર રાજ્યપાલ હસ્તે એવોર્ડ મેળવનારા કાળુભાઈ વાઘ દ્વારા પ્રાકૃતિક ખેતી થી વધારે ઉત્પાદન કઈ રીતે લઇ શકાય તે અંગે વક્તવ્ય રજૂ કરવામાં આવેલ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy