મુંબઈ,તા.28
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રીએ હાલમાં IPL 2025માંથી પોતાના ચાર એવા યુવા પ્લેયર્સનાં નામ આપ્યાં છે જેમની પાસે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં મોટું નામ બનાવવાની ક્ષમતા છે.
ક્રિકેટના મૈદાન પર કૌશલ્ય દર્શાવવાના સૌથી મોટા મંચ IPL માંથી તેમણે ચેન્નઈ સુપર કિંગ્સના આયુષ મ્હાત્રે, રાજસ્થાન રોયલ્સના વૈભવ સૂર્યવંશી તથા કિંગ્સના ઓપનર્સ પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહને ભારતીય ક્રિકેટનાભાવિ સ્ટાર્સ તરીકે ગણાવ્યા.
આયુષ અને વૈભવ વિશે સ્પેશ્યલ વાત કરતાં તેમણે ICC પ્રીવ્યુમાં કહ્યું કે, ‘આયુષે મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર પ્લેયર્સ સામે ધમાકેદાર ઈનિંગ્સ રમીને પોતાની જાતને વ્યક્ત કરીને સૌનું ધ્યાન ખેંચ્યું.
મને લાગે છે કે આયુષ મ્હાત્રેનું ભવિષ્ય ઉજ્જવળ છે. જ્યારે હું તેણે રમેલા કેટલાક શોટ જોઉં છું ત્યારે મને લાગે છે કે જો તેને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવે અને યોગ્ય પ્રકારના લોકો સાથે જોડવામાં આવે તો તે ખૂબ આગળ વધી શકે છે.
વૈભવે ઘણાબધા શોર્ટ બોલ અને ઘણીબધી વિવિધતાઓનો સામનો કરવો પડશે, કારણ કે બોલરો તેને આઉટ કરવા માટે નવી વસ્તુઓ અજમાવશે. જ્યારે તમે કોઈના પહેલા બોલ પર છગ્ગો ફટકારો છો ત્યારે કોઈ બોલર દયા બતાવતો નથી. પછી તેને કોઈ પરવા નથી કે સામેનો બેટર 14 વર્ષનો છે કે 12 વર્ષનો છે કે 20 વર્ષનો છે.’
ચારેય યંગ પ્લેયર્સના IPL 2025માં રન અને સ્ટ્રાઇક-રેટ
≈ પ્રિયાંશ આર્ય (23 વર્ષ)-9 મેચ 323 રન, 200.62
≈ પ્રભસિમરન સિંહ (24 વર્ષ)-9 મેચ 292 રન, 168.79
≈ આયુષ મ્હાત્રે (17 વર્ષ)-2 મેચ 62 રન, 182.35
≈ વૈભવ સૂર્યવંશી (14 વર્ષ)-ર મેચ 50 રન, 156.25
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy