કચ્છના નાનારણમાં ફરી ફાયરીંગની ઘટના: ચાર ઘવાયા

Local | Kutch | 14 May, 2024 | 11:52 AM
અવારનવાર બનતી ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કેમ થતી નથી?ચર્ચાનો પ્રશ્ન
સાંજ સમાચાર

(ગની કુંભાર દ્વારા) ભચાઉ,તા.14
કચ્છના નાના રણ કાનમેર રણ કાધીએ ફરી બંદુકના ધડાકા ભડાકાથી ચાર ઘવાયા અવારનવાર ગેંગ વર્ક હોવા છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કેમ નથી ?
જમીન પચાવવા માટે ભુ માફિયાઓ દ્વારા રણ બચાવ સમિતિ બનાવે છે નાયબ કલેક્ટર કચ્છ કલેકટર ને આવેદન પત્ર આપીને આંદોલન કરી મીઠા ઉદ્યોગ નો ફાલયો ફુલ્યો કાળો કારોબાર માં પોતાના સ્વાર્થ માટે ભુ માફીયાઓ સ્થાનિક ગરીબ લોકોને રોજગારી માટે બોલાવીને હથિયાર પકડાવી દેવામાં આવે છે નિર્દોષ ગરીબ લોકો મજબૂરીથી તેમજ દારૂના નશાથી હથિયાર ઉપાડી કોઈ ક્રાઈમને અંજામ આપે છે .

આ  માફિયાઓ કેટલી હદ ઉપર ઉતરી જાય છે કે જમીન પચાવા ફાયરિંગ ત્રિક્ષણ હથિયાર અને સાધનો નો ગેર ઉપયોગ કરીને ગેંગ વર્ક કરતા હોય છે શિકારપુર ભીમદેવ કા ફુલપરા ગાગોદર કાનમેર અને માળિયા તાલુકાના કાઠીના વિસ્તારોમાં કચ્છના ભૂ માફિયાઓ જમીન હડપ કરીને મોટા મીઠાના કારખાનાઓના અઘાર બાંધવામાં આવી રહ્યા છે ભૂતકાળમાં પણ ફાયરિંગ ની ઘટના બની હતી ત્યાર પછી ગઈકાલે બપોરે 5:00 વાગ્યાના અરસામાં સમજૂતીના બહાને બોલાવીને સામ સામે પક્ષ માં બબાલ થતાં ધીંગાણું સર્જાયું હતું જેમાં ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી એકને માથાના ભાગે બીજાને પગના ભાગે એકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે રાજકોટ મોકલવામાં આવ્યું હતું રણની ઘુડખર અભ્યારણ ની જમીન પર હવે કબજાનું મામલો વીચ ક્યો હતો

ફિલ્મીઢબે બંને જૂથો વચ્ચેના ફાયરિંગમાં એક વ્યકિતને માથામાં ગોળી લાગતાં તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને પગ, હાથમાં ગોળીઓ લાગતાં તેઓને સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવના પગલે ભચાઉના ડીવાયએસપી સાગર સાંબડા, સામખિયાળીના પીએસઆઈ. વી.આર. પટેલ સહિતનો પોલીસ કાફલો ઘટના દોડી ગયો હતો અને ફાયરિંગ કરનાર આરોપીઓને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ત્રણથી ચાર લોકોને પોલીસે રાઉન્ડ અપ કર્યા હતા. ફાયરીંગની ઘટનામાં દિનેશ ખીમજી કોલી, મગન સુજા ગોહિલ, વલીમામદ ઇબ્રાહીમ રાજા અને મુકેશ બેચરા કોલીને ઇજા થઇ હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj