ગોંડલયાર્ડમાં ચણાની રેકોર્ડબ્રેક 1.75 લાખ કટ્ટાથી વધુ આવક

Saurashtra | Gondal | 19 April, 2025 | 10:57 AM
યાર્ડના પાકીંગમાં બે હજારથી વધુ વાહનોની નોંધણી
સાંજ સમાચાર

ગોંડલ,તા.19
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ચણાની ઐતિહાસિક તેમજ રેકોર્ડબ્રેક અંદાજે 1.75 લાખ કટ્ટાથી વધુ આવક નોંધાઈ હતી. યાર્ડની બાજુમાં આવેલ પાર્કિંગના મેદાનો ચણા ભરેલ વાહનોથી ખચોખચ ભરાય જવા પામ્યું હતું.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગતરાત્રીના ચણાની આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડમાં 4 દિવસ અગાઉ ઘણાની રેકોર્ડબ્રેક આવક થવા પામી હોય યાર્ડના છાપરા તેમજ ગ્રાઉન્ડ ધાણાની જણસીથી ભરાયા હોય ઉપરાંત ચણાની આવક કરતા ગોંડલના છાપરા તેમજ ગ્રાઉન્ડ ચણા અને ધાણાની જણસીથી ઉભરાયા હતા.

યાર્ડની બહાર નેશનલ હાઇવે પર સિક્સ લેનનું કામ ચાલુ હોય યાર્ડની બહાર વિવિધ જણસીઓની લાંબી કતાર લાગી જવા પામી હોય અને હાઇવે પર અવાર નવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાતા હોય છે ત્યારે યાર્ડના સત્તાધીશો દ્વારા યાર્ડની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ ભાડે રાખી જણસી ભરેલ વાહનો ત્યાં રાખવામાં આવે છે. ગતરોજ યાર્ડના પાર્કિંગમાં ચણાના 2000 થી વધુ વાહનો નોંધણી થવા પામી હતી.

માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરુણભાઈ પાંચાણી જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 4 એપ્રિલ 2025ના રોજ ચણાની 1.25 લાખ કટ્ટાની આવક થવા પામી હતી. હાલમાં ચણાની હરાજીમાં ભાવમાં થોડો સુધારો થવાથી ખેડૂતોને પોતાનો માલ વેચવાનો પ્રેશર વધ્યું છે. અને આગામી સમયમાં ચણાની આવકમાં ઘટાડો થશે તેવો અંદાજ છે કારણકે ભાવમાં વધઘટ થવાની શક્યતાઓ હોય આવકમાં ઘટાડો થશે. હાલ યાર્ડમાં ચણાની રેકોર્ડબ્રેક આવક પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા ચણાની આવકને લઈને અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ચણાની આવક સદંતર બંધ કરવામાં આવી છે.

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ચણાની રેકોર્ડબ્રેક આવક થતા હરાજીમાં સાદા ચણાનો 20 કિલોનો ભાવ રૂપિયા 900/- થી 1100/- જ્યારે સફેદ ચણાનો 20 કિલોનો ભાવ રૂપિયા 1100/- થી 2100/- સુધીનો બોલાયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રભર માંથી ખેડૂતો જેમકે રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતના જીલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેહચવા અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી આપતા હોય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj