જૂનાગઢના ઉપરકોટમાં ચાલતી અનઅધિકૃત પ્રવૃતિઓ સામે લાલ આંખ: કરાર રદ કરાશે

Local | Junagadh | 30 May, 2024 | 02:32 PM
સાંજ સમાચાર

જુનાગઢ તા.30
જુનાગઢનો ઉપરકોટ અતિ પૌરાણિક ઐતિહાસિક કિલ્લો આવેલ હોય જે પુરાતત્વ રીતે આગવુ મહત્વ ધરાવે છે. જયાં અનઅધિકૃત ધંધા પ્રવાસન સ્થળની સાથે ચાલે છે. આ કંપનીને અગાઉ મૌખિક અને વધુ બે નોટીસ પાઠવવામાં આવી છે તેમ ડાયરેકટરે જણાવ્યું છે. ઉપરકોટ કિલ્લાનું રીનોવેશન ગુજરાત રાજય પ્રવાસન નિગમ દ્વારા અંદાજે 70 કરોડના ખર્ચે રીનોવેશન કર્યા બાદ 5 વર્ષ માટે સવાણી હેરીટેઝ કન્ઝર્વેશન લી.ને સંચાલન સોંપ્યું છે તેનો માત્ર પ્રવાસન સ્થળ તરીકે ઉપયોગ કરવાનો છે.

નિયમોની ઐસી કી તૈસી ગણી પ્રવાસન નિગમ પાસેથી વિવિધ મંજુરીઓ મેળવી અનેક ધંધા શરૂ કરી દીધા છે. હાલમાં રાજકોટની દુર્ઘટના બાદ પુરાતત્વ વિભાગને જાણ થતા 28 ઓકટોબરને નોટીસ આપવામાં આવેલ બાદ વારંવાર મૌખિક કંપનીના મેનેજરને સૂચનાઓ આપવામાં આવેલ છતાં જેનો અમલ કરવામાં આવતો નથી. હાલમાં પણ નોટીસ આપવામાં આવી છે.

પુરાતત્વ વિભાગના આસી.ડાયરેકટર અને સુપ્રિટેન્ડેન્ટ સિદ્ધા શાહના જણાવ્યા મુજબ માત્ર પ્રવાસીઓ માટે જ પોઈન્ટ બનાવવા સિવાય અન્ય પ્રવૃતિઓ કરી શકાશે નહી પણ કંપનીએ તેનું ઉલ્લંઘન કર્યુ છે ત્યાં ગેમઝોન, ફુડઝોન, સાયકલીંગ સહિતની પ્રવૃતિઓ ગેરકાયદે ચાલી રહી છે. આ અંગેની સર્કલ તથા મુખ્ય ઓફીસરને જાણ કરવામાં આવી છે. કંપનીને પ્રાંત ઓફીસ દ્વારા આખરી નોટીસ અપાશે છતાં પ્રવૃતિઓ બંધ નહી થાય તો સંચાલક સાથે કરાર રદ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj