વાવણી પહેલા જ કઠોળ-ડુંગળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન થશે

Saurashtra | Rajkot | 21 May, 2024 | 04:39 PM
ભાવ વધારો રોકવા સરકારનો નવતર પ્રયોગ: બજારભાવ વધુ હોય તો ખેડૂતોને ખુલ્લા માર્કેટમાં પણ વેંચાણનો વિકલ્પ
સાંજ સમાચાર

રાજકોટ,તા.21
કેન્દ્ર સરકારે ખરીફ પાક ડુંગળી, તુવેર અને અડદની ખરીદી માટે અગાઉથી ખેડૂતોની નોંધણી શરૂ કરી છે.જેનો હેતુ બફર સ્ટોક રાખવા અને ભાવમાં ઘટાડો કરવાનો છે. સહકારી નાફેડ અને નેશનલ કો-ઓપરેટિવ ક્ધઝયુમર્સ ફેડટેશન ઓફ ઈન્ડિયા જેવા એજન્સીઓએ ખેડૂતોને આગામી મહિને શરૂ થનારી, ખરીફ પાકની વાવણી પહેલા ગ્રાહક બાબતોના મંત્રાલયના પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.

ખેડૂતોની નોંધણી દ્વારા વિભાગ પાકના કદનું મુલ્યાંકન કરી શકે છે.જે ડુંગળી અને કઠોળ જેવી ચીજવસ્તુઓના સંગ્રહ અને નિકાલની વ્યવસ્થા જેવી લોજિસ્ટિકલ વ્યવસ્થા કરવામાં એજન્સીઓને તૈયાર કરવામાં મદદ કરશે.જો કે પોર્ટલ પર નોંધણી કરવા છતા ખેડૂતો તેમની ચીજવસ્તુઓ ખાનગી વેપારીને વેચવા માટે મુકત હશે.

જો તેઓ સરકારી એજન્સીઓ કરતા વધુ ભાવ ઓફર કરે તો વેચાણ કરી શકે છે.નાફેડ અને એનસીસીએફ મોટેભાગે રાજસ્થાન મધ્યપ્રદેશ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કઠોળના ખેડૂતો પાસેથી ભાવ સમર્થન યોજના હેઠળ ખરીદે છે જેનો ઉદ્દેશ્ય ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ મળે તેની ખાતરી કરવા માટે કઠોળ અને તેનીબિયા ખરીદવાનો છે.

જયારે ખેડૂતો તેમજ ગ્રાહકોને સુરક્ષિત રાખવા માટે કૃષિ બાગાયતી ચીજવસ્તુઓના ભાવમાં અસ્થિરતા ચીજવસ્તુઓના ભાવના અસ્થિરતાને ચકાસવાના હેતુથી ભાવ સ્થિરકરણ કુંડ હેઠળ મોટાભાગે મહારાષ્ટ્રમાં ખેડૂતો પાસેથી ડુંગળી ખરીદવામાં આવે છે.

બફર સ્ટોક માટે એનસીસીએફએ વર્ષ દરમ્યાન ખેડૂતો પાસેથી રૂ।7-20 પ્રતિ કિલોના ભાવે રવિ ડુંગળીની ખરીદી શરૂ કરી છે. સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં બફર માટે 5 લાખ ટન ડુંગળી ખરીદવાનો નિર્ણય કર્યો હતો.ભાવ વધારાને રોકવા મદદ મળશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj