સલમાનને રાહત: ફરિયાદ અરજીમાંથી નામ હટાવવા કોર્ટ સંમત

India, Entertainment | 11 June, 2024 | 03:45 PM
સાંજ સમાચાર

મુંબઇ, તા.11
દબંગ અભિનેતા સલમાન ખાનને મોટી રાહત મળી છે. સલમાન ખાનના ઘરે થયેલા ગોળીબારમાં ધરપકડ થયેલા આરોપીના મોતના મામલે કોર્ટે સુનાવણી કરી અને આદેશ આપ્યા. કોર્ટના આ આદેશ બાદ સલમાન ખાનનું નામ આ કેસમાંથી હટાવવામાં આવી રહ્યું છે.

બોમ્બે હાઈકોર્ટે અભિનેતા સલમાન ખાનનું નામ પ્રતિવાદી તરીકે હટાવવાનો નિર્દેશ આપ્યો છે. અરજીમાં અભિનેતાના ઘરની બહાર થયેલા ગોળીબારના કેસના આરોપી અનુજ થાપનના કસ્ટોડિયલ ડેથની સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે.

જજ રેવતી મોહિતે-ડેરે અને શ્યામ ચાંડકની બેંચે અરજદાર રીટા દેવી (થાપનની માતા)ને અરજીમાં સુધારો કરવા અને સલમાન ખાનનું નામ હટાવવાનો નિર્દેશ આપ્યો છે કારણ કે તેમની વિરુદ્ધ કોઈ અરજી અને પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

14 એપ્રિલે મુંબઈના બાંદ્રામાં સલમાન ખાનના ઘરની બહાર મોટરસાઈકલ પર સવાર બે શખ્સોએ ગોળીબાર કર્યો હતો. બાદમાં ગુજરાતમાંથી કથિત શૂટરો વિકી ગુપ્તા અને સાગર પાલની ધરપકડ કરવામાં આવી હતી. શૂટરોને હથિયારો સપ્લાય કરવાના આરોપમાં પંજાબથી અન્ય એક વ્યક્તિ સાથે થાપનની 26 એપ્રિલે ધરપકડ કરવામાં આવી હતી.

જોકે, 1 મેના રોજ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ લોક-અપના ટોયલેટમાંથી થાપન મૃત હાલતમાં મળી આવ્યો હતો.  હવે તેના મૃત્યુ બાદ પરિવારનો દાવો છે કે થાપનની હત્યા કરવામાં આવી છે, જ્યારે પોલીસનો દાવો છે કે તેણે આત્મહત્યા કરી છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj