સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઝડપી પવનનાં સુસવાટા સાથે આકરા તાપમાં રાહત

Gujarat, Saurashtra | Rajkot | 30 May, 2024 | 11:52 AM
કચ્છ-સુરેન્દ્રનગર-બનાસકાંઠા અને પાટણમાં ધૂળની આંધી ફુંકાવાની આગાહી
સાંજ સમાચાર

રાજકોટ,તા.30
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તેજીલા પવન વચ્ચે ગઈકાલે પણ વિવિધ શહેરોમાં ગરમીમાં, રાહત રહેવા પામી હતી. અમદાવાદમાં 42.8, અમરેલીમાં 39, રાજકોટમાં 39.9, સુરેન્દ્રનગરમાં 41.8, વડોદરામાં 39.6, ભુજમાં 37, કંડલામાં 35.1, દિવમાં 33.8, દ્વારકામાં 32 ડિગ્રી તથા ગાંધીનગરમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.દરમ્યાન ગઈકાલની જેમ આજરોજ સવારથી પણ ઠેર-ઠેર ઝડપી પવનનાં સુસવાટા સાથે આંશિક વાદળ છાયું હવામાન છવાયું હતું.દરમ્યાન હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં ધૂળની હળવી આંધીની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં આજથી તા.31 મેં સુધી ડસ્ટ સ્ટ્રોમ જોવા મળશે. ડસ્ટ સ્ટ્રોમ એટલે કે ધૂળની હળવી આંધી વંટોળના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાશે.

આ સમય દરમિયાન પવનની ગતિ અંદાજે 40 કિલોમીટરથી ઓછી રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે.જયારે જામનગર શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર લઘુતમ તાપમાનમાં ત્રણ ડિગ્રી ના ઘટાડા સાથે 26 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે વેદના પ્રમાણમાં સીધો 18% નો ઘટાડો નોંધાયો છે.

જોકે મહત્તમ તાપમાન તો 37.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે પવનની ગતિમાં 8.6 કિમિના ઘટાડા સાથે 7.9 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ નોંધાઈ છે આમ જામનગર શહેરમાં સતત ફુકાઈ રહેલા પવનમાં પણ ઘટાડો થયો છે અને વેગીલા વાયરા ની અંદર રાહત થઈ છે.

જામનગર શહેરમાં મહતપ તાપમાન 37.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 58 ટકા રહ્યું હતું.તો પવનની ગતિ પ્રતિકલાક 7.9 કિમિ નોંધાઇ હતી.ભેજનું પ્રમાણ ઘટવા છતાં  બફારો વધ્યો હતો.તેમજ ભાવનગર શહેરમાં  36 કી.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો.

મહત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રી નો ઘટાડો થતાં ગરમીમાં આંશિક રાહત અનુભવાય હતી.ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન   40 .7 ડીગ્રી નોંધાયું હતું .જ્યારે  લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી રહેવા પામ્યું હતું .વાતાવરણમાં  ભેજનું પ્રમાણ 51 ડિગ્રી રહ્યું હતું .જ્યારે પવનની ઝડપ 34 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj