રાજકોટ: જાણીતા રેવન્યુ પ્રેકટીસનર નિપુલ એમ. દોશી (એડવોકેટ)ના પિતાશ્રી સ્વ. મહેન્દ્રકુમાર મનસુખલાલ દોશી (બોન્ડ રાઈટર) સ્ટેમ્પ વેન્ડર ધોરાજી નિવાસી હાલ રાજકોટ તેઓનું ખુબજ ટુંબી બીમારી બાદ દુ:ખદ અવસાન થયેલ છે. તેઓ પોતાના જીવનકાળ દરમ્યાન ધોરાજી 50 વર્ષ ઉપર બોન્ડ રાઈટર અને સ્ટેમ્પ વેન્ડર તરીકેની ફરજ બજાવેલ. ધોરાજીના હિન્દુ-મુસ્લીમ બન્ને સમાજ તેઓના ખુબજ મોટા ચાહક હતા.
ધોરાજીની અનેક નામાંકિત સંસ્થાઓના જેવી કે લાયસન્સ કલબ ધોરાજીના પ્રમુખ જૈન સોશ્યલ ગ્રુપ ધોરાજી, બોન્ડ રાઈટર એસો.ના પ્રમુખ, ધોરાજી જૈન લીંબડી સંઘના પ્રમુખ, તથા અનેક સામાંકિત સંસ્થાઓમાં પોતાની અવિરત સેવાઓ આપીને હાલ આપણી વચ્ચેથી વિદાય લીધેલ છે.
તેઓની પાછળ, કલ્પાંત કરતા તેઓના પરીવારમાં તેમના પત્ની ચંદ્રીકાબેન, મોટા પુત્ર જાણીતા એડવોકેટ નિપુણ એમ. દોશી તથા નાનો પુત્ર ઓસ્ટ્રેલીયા મુકામે પારસ દોશી બન્ને પુત્રવધુ શ્રધ્ધા તથા મેઘા તથા પૌત્ર અર્હંમ, સોહમ, પ્રપોત્રી, દેવના તથા પ્રિન્સી વિગેરે પરીવારને છોડી દુનિયામાંથી વિદાય લીધેલ છે. સદગતનું ઉઠમણું તા.14ને શનિવારે સવારે 10થી 10-30 કલાકે અને પ્રાર્થનાસભા સવારે 10-30થી 11-30 કલાકે જનકલ્યાણ હોલ, 5-જનકલ્યાણ સોસાયટી, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે રાખેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy