વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એકસ-રે મશીન રીપેર કરવા માંગ

Local | Junagadh | 11 June, 2024 | 02:53 PM
ટીમ ગબ્બરની આરોગ્ય મંત્રીને લેખીત રજૂઆત
સાંજ સમાચાર

વિસાવદર,તા.11
પ્રાંત અધિકારીશ્રી વિસાવદર વિગેરેને લેખિત રજુઆત કરી તા.15/02/24ના રોજ જણાવેલ કે,વિસાવદર શહેરની વસ્તી 40 હજારની છે અને તાલુકાની વસ્તી આશરે દોઢ લાખની હોય અહીં એક જ સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે અહીં બીજી કોઈ સરકારી હોસ્પિટલ આવેલ ન હોય અને જે છે તે માંદગીને બિછાને હોય તે રીતે હોસ્પિટલમાં  પૂરતો દવાઓનો સ્ટોક ફાળવવામાં આવતો ન હોય તેમજ એક્સરે મશીન છેલ્લા છ માસ જેટલા સમયથી બંધ હોય તેના કારણે લોકોને ખુબજ અગવડતા પડતી હોય અને બિન જરૂરી ખૂબ મોટો ખર્ચ કરી અન્ય પ્રાઇવેટ જગ્યાએ એક્સરે કઢાવવા જવું પડતું હોય.

તેથી આ બાબતે સ્થાનિક લોકો તરફથી પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયેલ ન હોય તેથી વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરિયાત મુજબની દવાઓ તથા અન્ય સુવિધાઓ તાત્કાલિક પુરી પાડવા અમારી ટિમ ગબ્બરની રજુઆત  કરેલ હતી છ માસ થવા છતાં યેનકેન પ્રકારે એક્સરે આજની તારીખે પણ બંધ હોય જેથી ટિમ ગબ્બરે ફરીથી ગાંધીનગર ખાતે રજુઆત કરેલ છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj