જામનગર તા.15
જામનગરના નવાગામ ધેડ ડેન્ટલ કોલેજ સામે શેરીમાં એકાએક રહેણાક મકાનમાં આગ લાગતા લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. આગ અંગે ફાયરબ્રિગ્રેડને જાણ કરતા ફાયરની ટીમ દોડી આવી હતી. અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જામનગર શહેરમાં કોઈને કોઈ સ્થળે આગ લાગવાની ઘટના બનતી હોય છે.
ત્યારે ગઈકાલે રાત્રીના સમય લોકો નિદર માણી રહ્યા હતા ત્યારે રાત્રીના 11.32 વાગ્યે એકાએક નવગામ ધેડ વિસ્તારમાં ડેન્ટલ કોલેજ સામે શેરીમાં અફશાનાબેન સફિયાના રહેણાક મકાનમાં આગ લાગી હતી. આગને લઈને આસપાસનમાં રહેતા લોકો ઘરની બહાર દોડી નીકળ્યા હતા. આગ અંગે ફાયર બ્રિગ્રેડને જાણ કરતા જ ફાયરની ટીમ દોડી આવી હતી. એક ગાડી પાણીનું ફાયરિંગ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
આગના બનાવ અંગે મકાનમાલિકે જણાવ્યું હતું કે ઘરમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગના કારણે ઘરની ઘરવખરી સહિત અંદાજે રૂ 50 થી 60 હજારનું નુકશાન થયું છે. જો કે સમયસુચકતાના કારણે જાનહાની થઈ ન હતી. આગ થી લોકોના ટોળા એકત્ર થયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy