RAJKOT : અશ્રુઓની ધારા સાથે રહીશોએ કવાર્ટર છોડયા: ગુજરાત હાઉસિંગ બોર્ડનાં 80 ટકા આવાસ ખાલીખમ

Local | Rajkot | 11 June, 2024 | 04:46 PM
છ દિવસથી પાલિકાએ લાઈટ-નળ જોડાણ કાપી નાખતા કવાર્ટર ખાલી કરવા હજારો પરિવારજનો લાચાર બન્યા: મનપાની સીંલીગ કામગીરી સામે લડતનાં મંડાણ: વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગણી ઉઠાવશે
સાંજ સમાચાર

 રાજકોટ,તા.11
દુધસાગર રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ આવાસ માલીકોને દિન-2માં આવાસ ખાલી કરવાની નોટીસ સાથે મનપાએ લાઈટ-નળ જોડાણ કાપી નાખતા 744 આવાસોમાં વસવાટ કરતા હજારો પરિવારોનેના છુટકે સરસામાન ફેરવવા સાથે આવાસ ખાલી કરવાની ફરજ પડી છે. છેલ્લા 40 વર્ષોથી વસવાટ કરતા આવાસના રહીશો અશ્રુઓની ધારા સાથે ઘરવખરીનો સરસામાન પેક કરી અન્ય સ્થળે વસવાટ માટે જઈ રહ્યા છે.

છેલ્લા છ દિવસ વીજળી-પાણી વિના ઉનાળાની કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ સાથે ન્હાવા કે શૌચકિયા માટે પાણી પણ નહી મળતા આવારના બાળકો-વૃદ્ધો બિમાર વ્યકિતઓ લાચાર બન્યા છે. મનપા કે સરકાર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના આવાસો ખાલી કરાવના અનેક પરિવારો ઉપર આકાશ નીચે ધરતી જેવી કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. છેલ્લા ત્રણ દિવસથી જર્જરીત કવાર્ટરોના રહીશો કવાર્ટર ખાલી કરી રહેતા સોસાયટી બિહામણી ભાસી રહી છે. ખંડેર હાલતના આવાસોની ગલીઓ સુમસામ ભાસી રહી છે. 

24 કલાક ગુંજીતી સોસાયટીઓની ગલીઓ સુમસામ બની છે. 80 ટકા જેટલા આવાસો ખાલી થતા આ જગ્યા વર્ષોથી વેશન બની પડી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj