(પ્રકાશ દવે) કેશોદ,તા.9
અખંડ ભારત ના આઝાદી સમય થી કાર્યરત કેશોદ ની સેવાકીય સંસ્થા આઝાદ કલબ કેશોદ દ્વારા એક્સ.આર્મી મેનો નું સન્માન કરવામાં આવ્યું હતું. 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેવી રાષ્ટ્રીય, સામાજિક, શૈક્ષણિક, સેવાકીય અને રમત ગમત જેવી અનેકવિધ પ્રવૃતિઓમાં કાર્યરત આઝાદ ક્લબ-કેશોદ દ્વારા ભારતીય સેનામાં પોતાની યશસ્વી સેવાઓ પૂર્ણ કરી નિવૃતિમાં સરકારી, અર્ધસરકારી અને સામાજિક ક્ષેત્રોમાં પોતાની સેવા પ્રદાન કરી રહયા છે તેવા ગૌરવશાળી સેનાના નિવૃત જવાનોને દેશભક્તિનાં ગીતો સાથે સન્માનિત કરવા અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા આઝાદ ક્લબ-કેશોદ દ્વારા કાર્યક્રમ યોજાયો.
આ તકે કાર્યક્રમ નું ઉદ્ઘાટન કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ,નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા દ્વારા કરાયું હતું. તેમજ કેશોદ ડી વાય.એસ.પી. , મામલતદાર, ટી,ડી.ઓ સહિત શહેર ના અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે કેશોદ આઝાદ કલબ ના પ્રમુખ ડો. હમિરસિંહ વાળા, જયેશભાઈ કૌશિક, ડો.નરેશ કાનાબાર, જીજ્ઞેશભાઈ ચોવટીયા,હરીશભાઈ ચાંદ્રાણી, દિનેશભાઈ કાનાબાર, ડો. પ્રેમાંગ ધનેશા સહિત આઝાદ કલબ પરિવાર કેશોદ દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy