નવી દિલ્હી,તા.21
આઈપીએલમાં ઘરેલુ અને વિદેશી ક્રિકેટરો ધુમ મચાવી રહ્યા છે તે સમયે ક્રિકેટ બોર્ડે હવે 2025-26ની સીઝન માટે નવા કોન્ટ્રાકટની જાહેરાત કરી છે જેમાં 34 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે તથા ટોચના ક્રિકેટરો શ્રેયસ અય્યર તથા ઈશાન કિશનની વાપસી થઈ છે અને ઋષભ પંતને પ્રમોટેડ કરીને એ ગ્રુપમાં લેવાયો છે.
ક્રિકેટ બોર્ડના એ+ ગ્રેડ કે જે સીનીયર મેન્સ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ માટે સૌથી ટોચનો ગ્રેડ છે તેમાં ચાર ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે. જો કે વિરાટ, રોહિત તથા રવિન્દ્ર જાડેજાએ અગાઉ જ વનડે ક્રિકેટમાંથી નિવૃતિ લીધી છે.
જયારે નવા સેન્ટ્રલ કોન્ટ્રાકટમાં આંધ્રપ્રદેશના ઓલરાઉન્ડર નિતીશ રેડ્ડીનો પણ સમાવેશ કરાયો છે. એ ગ્રેડમાં મહમ્મદ શિરાઝ, કે.એલ.રાહુલ, સુભમન ગીલ, હાર્દિક પંડયા, મહમ્મદ શામી અને ઋષભ પંતને રખાયા છે.
જયારે બી ગ્રેડમાં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐય્યર, રીંકુ સિંઘ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશકુમાર, સંજુ સેમસન, આકાશદીપ સિંઘ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાજખાન, નિતીશ રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, વરુણ ચક્રવર્તી અને હર્ષિત રાણાને સમાવાયા છે.
આમ ઐય્યર અને ઈશાન કિશનની વાપસી થઈ છે. ગત સીઝનમાં તેમનો સમાવેશ કરાયો નથી. જયારે અભિષેક શર્મા, નિતીશ રેડ્ડી, હર્ષિત રાણા ને પ્રથમ વખત બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાકટમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત વરુણ ચક્રવર્તી પણ હવે ગત વર્ષની યાદીમાં ન હતો.
તે ફરી એક વખત ક્રિકેટબોર્ડના કોન્ટ્રાકટ લીસ્ટમાં આવી ગયો છે. એ+ કેટેગરીમાં રૂા.7 કરોડમાં વાર્ષિક કોન્ટ્રાકટ થાય છે. એ ગ્રેડમાં રૂા.5 કરોડ, બી ગ્રેડમાં રૂા.3 કરોડ અને સી ગ્રેડમાં રૂા.1 કરોડ અપાય છે. ચાલુ વર્ષે સી ગ્રેડમાં એક પણ ખેલાડીને રખાયો નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy