પેલેસ્ટાઈનના સમર્થનમાં રોહિત શર્માની પત્ની રીતિકાએ પોસ્ટ મૂકતા થઈ ટીકા

India, World, Sports | 29 May, 2024 | 05:22 PM
યુઝર્સે લખ્યું-આવું કયારેય કાશ્મીરી પંડિતોમાં સમર્થનમાં કર્યું છે?
સાંજ સમાચાર

નવીદિલ્હી,તા.29
સોશિયલ મીડિયા પર ‘All Eyes On Rafah’ નામની પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટને અનેક ઈન્ટરનેટ યૂઝર્સે શેર કરી છે. તેમાં ઘણા ભારતીય સેલિબ્રિટી પણ સામેલ છે.  અભિનેતા વરુણ ધવન, એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી સહિત અનેક લોકોએ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ સ્ટોરી શેર કરી છે.

બીજી તરફ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહે પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી. જોકે, બાદમાં આ સ્ટોરી ડિલીટ કરી દીધી. પરંતુ હવે આ પોસ્ટને લઈને રીતિકા ટ્રોલ થઈ રહી છે. 

કેટલાક યૂઝર્સે કહ્યું કે, શું રીતિકાએ ક્યારેય આવું કાશ્મીરી પંડિતોના સમર્થનમાં કર્યું છે? શું તેણે ક્યારેય પાકિસ્તાન અને બાંગ્લાદેશના હિન્દુઓ અંગે વાત કરી. જોકે, બીજી તરફ કેટલાક ઈન્ટરનેટ યૂઝર્સ એવા પણ છે જેઓ રીતિકાની આ પોસ્ટનું સમર્થન કરતા નજર આવી રહ્યા છે. તેમણે રીતિકાની પ્રશંસા કરી. રીતિકા પોતાની ઈન્સ્ટા સ્ટોરીના કારણે આજે પણ ચર્ચામાં રહી  છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj