એમ.એસ.ધોનીનો રેકોર્ડ ‘બ્રેક’

રોહિતે ઇતિહાસ સર્જયો : ટી-20નો ભારતનો સૌથી સફળ કેપ્ટન બન્યો

India, Sports | 07 June, 2024 | 01:06 PM
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 સિકસ ફટકારનાર પણ પ્રથમ બેટર બન્યો
સાંજ સમાચાર

ન્યુયોર્ક, તા. 6
ગઇકાલે આર્યલેન્ડ સામે શાનદાર જીત સાથે ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટી-20 વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ  તેના નામે કર્યા હતા. ખાસ કરીને નવા બનેલા મેદાન ઉપર ફિકટી કરનાર પ્રથમ ખેલાડી રોહિત બન્યો હતો. તેઓએ 37 બોલમાં 3 છગ્ગા સાથે પર રન બનાવ્યા હતા. 

આ ઉપરાંત આ મેચ દરમ્યાન રોહિતે એક ઐતિહાસિક રેકોર્ડ પણ તેના નામે કર્યો હતો. હવે તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ 600 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટર બની ગયો છે. 427 મેચોમાં આ સિધ્ધિ તેણે હાંસલ કરી છે.  બીજા નંબરે 483 મેચોમાં 553 છગ્ગા સાથે ક્રિસ ગેઇલ છે. 

આ સાથે આ મેચમાં રોહિત ટી-20માં 4 હજાર રનનો આંકડો પણ પાર કર્યો હતો. વિરાટ કોહલી બાદ ત્રણે ફોરમેટમાં 4 હજારથી વધુ રન બનાવનાર તે બીજો બેટસમેન બની ગયો છે. 

આ ઉપરાંત રોહિત ટી-20માં હવે ભારતનો સૌથી સફળ કેપ્ટન પણ બની ગયો હતો. તેણે ધોનીને પાછળ છોડી દીધો હતો.  ધોનીએ 73 મેચોમાં 41 જીત હાંસલ કરી હતી. જયારે રોહિતે 55 ટી-20માં 4ર જીત હાંસલ કરી ધોનીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj