જુનાગઢ તા.10
ચોરવાડના ગડુ ગામે વાડી વિસ્તારમાં રહેતા શખ્સના મકાનનું તાળુ તોડી રોકડ રૂા.75000 ચાંદીની બે લકકી સહિત કુલ રૂા.77,500ની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાઈ છે.
ફરીયાદી હીરાભાઈ મેરસીભાઈ ભરડા (ઉ.47) ગડુ ખેરા ગામના રસ્તે વાડી વિસ્તારમાં રહેતા હોય ગત તા.5-5-25ના સવારે 11 કલાકથી બપોરના 3 કલાક દરમ્યાન ઘર બંધ હોય ત્યારે કોઈ જાણભેદુએ ઘરના મુખ્ય દરવાજાનું તાળુ તોડી રૂમમાં પ્રવેશી પતરાની પેટીનો નકુચો તોડી રોકડ રૂા.75000 ચાંદીની બે લકકી રૂા.1500 મળી કુલ રૂા.77,500ની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા ચોરવાડ પોલીસે અજાણ્યા ઈશમ સામે ફરીયાદ નોંધાવી પીએસઆઈ ડી.એચ. વાળાએ તપાસ હાથ ધરી છે.
સગીરાનું અપહરણ
જુનાગઢના ઝાંઝરડા ગામે રહેતા ફરીયાદી સુનીતાબેન હરેશભાઈ પાડલીયા (ઉ.42)એ તાલુકા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં ગત તા.7ની સાંજે 4 કલાકથી રાત્રીના 8 દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમે સગીરા દીકરી ધરતી (ઉ.17) અને ભાઈ ઈકબાલભાઈની દીકરી સાનીયા (ઉ.17) વાળીને વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા તાલુકા પીએસઆઈ એ.જે. ટાંકે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy