મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ પદે રૂચિરભાઈ કારિયા

Local | Morbi | 11 June, 2024 | 02:46 PM
સાંજ સમાચાર

(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.11
મોરબી ઇન્ડિયન લાયન્સ ક્લબના વર્ષ 2024-25 ના પ્રમુખ સહિતના હોદેદારોનો શપથ ગ્રહણ સમારોહ ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ કમ્ફર્ટ રિસોર્ટ ખાતે યોજાયો હતો જેમાં મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ પદે રૂચિરભાઈ કારિયા, ઉપપ્રમુખ પદે કિશોરભાઈ પીલાણા, અશોકભાઈ જોશી અને હસમુખ સોરીયા, સેક્રેટરી પદે કે.સી.મહેતા અને જોઇન્ટ સેક્રેટરી પદે જીતેન દોશીએ શપથ લીધા હતા.

તાત્કાલિક પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ દોશીએ આઇપીપી તરીકે તેમજ બોર્ડ ઓફ ડીરેક્ટર હર્ષદ ગામી, ઘનશ્યામ અધારા, હંસાબેન ઠાકર, ધિમંતભાઈ શેઠે શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં ઈન્ડિયન લાયન્સના ચીફ પેટ્રન ઈન્ડિયન લાયન્સ ક્લબના હિતેશભાઈ પંડ્યા, વાઈસ નેશનલ ચેરમેન ઈન્ડિયન લાયન્સ ક્લબ વનરાજભાઈ ગરૈયા, કો-ચેરમેન ઈન્ડિયન લાયન્સ ક્લબ ધીમંતભાઈ શેઠ હાજર રહ્યા હતા.

નેશનલ સેક્રેટરી વિજયાબેન કટારીયાએ શપથ ગ્રહણ કરી પુરોહિત તરીકે શપથ લેવડાવ્યા હતા. આ તકે નવનિયુક્ત પ્રમુખ રૂચિરભાઈએ જણાવ્યું હતું કે, ક્લબના માધ્યમથી વધુને વધુ સેવાના કાર્ય કરી મોરબી પંથકમાં જે નામ ક્લબનું છે તેમાં વધારો કરી ગૌરવ અપાવીશું. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘ સંચાલક ડો. જયંતીભાઈ ભાડેસિયા, મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ વાળા તથા વાંકાનેરના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના હાજર રહ્યા હતા

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj