નવી દિલ્હી: ભારતીય ભૂમિદળના અધિકારી કર્નલ સોફિયા કુરેશી અંગે વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર મધ્યપ્રદેશની ભાજપ સરકારના મંત્રી કુંવરવિજય શાહ સામે તપાસ કરવા સુપ્રીમકોર્ટે ત્રણ આઈપીએસ અધિકારીઓની એક ખાસ તપાસ ટીમ રચીને તપાસના આદેશ આપ્યા હતા.
જો કે હાલ વિજય શાહને રાહત આપતા તેની ધરપકડ સામે ‘સ્ટે’ આપ્યો છે. ઓપરેશન સિંદુર સમયે સૈન્ય કાર્યવાહીનો પ્રેસ-બ્રિફીંગની જવાબદારી સંભાળતા બે મહિલા સૈન્ય અધિકારીમાં એક કર્નલ સોફિયા કુરેશીના ‘ધર્મ’ જોઈને ભાજપની સરકારના આ મંત્રીએ તેની પાકિસ્તાનના ત્રાસવાદીની ‘બહેન’ તરીકે સરખામણી કરીને વિવાદ સર્જયો હતો.
જેમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટ સ્વયંમ નોંધ લઈને વિજય શાહ સામે એફઆઈઆર નોંધી કાનૂની કાર્યવાહીનો આદેશ આપ્યો હતો જે સામે સુપ્રીમમાં રાહત મેળવવા ગયેલા વિજય શાહ હવે વધુ ફસાયા છે.
અગાઉ વિજય શાહે તેના વિધાનો પર માફી માંગી હતી પણ તેને રાહત મળી નથી અને માફી ફગાવાઈ હતી. આજે સુપ્રીમકોર્ટે એક આદેશમાં વિજય શાહ એક મહિલા સહિત ત્રણ આઈપીએસ અધિકારીઓની ખાસ તપાસ ટીમ રચાવા આદેશ આપ્યો હતો પણ ત્રણેય અધિકારી મધ્યપ્રદેશ બહારના હશે અને તે તપાસ રીપોર્ટ સુપ્રીમને આપશે. જો કે સુપ્રીમે હાલ વિજય શાહની ધરપકડ સામે ‘સ્ટે’ આપ્યો છે.
બીજી તરફ હવે તેની સામે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પણ તપાસ કરશે. રાજસ્થાનના કોંગ્રેસ નેતા ધર્મેશ શર્માની ફરિયાદ પરથી પંચે તપાસ કરવા નિર્ણય લીધો છે. જયાં ખુદ પંચે ફરિયાદ નોંધી છે.
બીજી તરફ વિજય શાહ સામે બિહારના મુજજફરપુરમાં પણ એક સ્થાનિક રહેવાસીએ ફરિયાદ નોંધાવી છે. મોહમ્મદ તાહીર નામના આ વ્યક્તિએ નોંધાવેલી ફરિયાદ પર તા.26ના રોજ સુનાવણી થશે.
તમને શરમ આવવી જોઈએ: સુપ્રીમ
આજે મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહના કેસની સુનાવણી સમયે મંત્રીએ વારંવાર માફી માંગી હતી પણ સુપ્રીમકોર્ટના ન્યાયમંત્રી સૂર્યકાંતની ખંડપીઠે મંત્રીને કહ્યું કે અમોએ તમારો વિડીયો જોયો છે પણ તમો આજે જ માફી માંગો છો તે મગરમચ્છના આંસુ છે. તમોને શરમ નથી આવતી તમો ફકત એટલા માટે જ માફી માંગો છો.
કારણ કે તમો કાનૂની કાર્યવાહીથી બચવા માંગો છો પણ અમો તે થવા દેશુ નહી. જસ્ટીસ સુર્યકાંતે કહ્યું કે તમારા આ વિધાનોથી પુરો દેશ શરમ અનુભવે છે પણ તમોને શરમ નથી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy