(જીતેન્દ્ર આચાર્ય)ગોંડલ તા.10
ગોંડલ શાકમાર્કેટની પાછળ જન સેવા સુવિધા કેન્દ્રની નજીક આવેલ સૌચાલય પાસે ગેરકાનૂની પ્રવૃત્તિઓ ધમધમતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય પોલીસ વિભાગના એસએમસી શાખા એ દરોડો પાડી વરલી મટકાનો જુગાર રમતા આઠ જુગારીઓને રોકડા રૂપિયા મોબાઇલ વાહન મળી કુલ રૂ 110480 ના મુદ્દા માલ સાથે જળવી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ એસએમસીના પીએસઆઇ કે એચ જણકાટ સહિતના પોલીસ કર્મચારીઓએ શાક માર્કેટમાં દરોડો પાડી વરલીનો ધંધો ચલાવનાર જાકિર સાજીદ અબુભાઈ લખાણી રહે ભગવત પરા, હનીફ ઉર્ફે ભૂરો હુસેનભાઈ દલ રહે રઘુવીર સોસાયટી, રફીક ઉમરભાઈ સમા રહે ભગવત પરા, મહેબૂબ ઉર્ફ અહેમદ સલીમભાઈ કુરેશી રહે સિપાઈ જમાત ખાના, સલીમ મજીદભાઈ આમદાણી રહે જસદણ, મોહન હરિભાઈ ઠુંમર રહે રાજકોટ, દલ રમેશભાઈ ભીલ રહે અનિડા ભલોડી તેમજ સવો મુનસિંગ ભુરીયા રહે પાંચિયાવદર વાળા ને રોકડા રૂપિયા 35,480, છ નંગ મોબાઈલ કિંમત રૂપિયા 45,000, એક વાહન કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 1,10, 480 ના મુદ્દા માલ સાથે ઝડપી એટલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરી એસએમસી એસપી નિર્લપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જણકાટની ટીમે કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy