કોલકાતા તા.20
અત્રેની સરકારી મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમી મહિલા ડોકટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં સિયાલદહ કોર્ટે દોષી ઠરેલ સિવિક વોલિયન્ટર સંજય રોયને આજીવન કારાવાસની સજા સંભળાવી છે.
આ અંગેની વિગત મુજબ કોલકાતાની સરકારી મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમી મહિલા તબીબ પર ક્રુરતાથી દુષ્કર્મ આચરી હત્યાના બનેલા બનાવે દેશભરમાં ખળભળાટ મચાવ્યો હતો. આ બનાવે રાજકીય ગરમાવો પણ જગાવ્યો હતો. હવે આ ચકચારી બનાવના સંદર્ભમાં દોષી ઠરેલ સંજય રોયને કોલકાતાની સિયાલદહ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.
સિયાલદહ કોર્ટના એડીશનલ જિલ્લા અને સેશન ન્યાયાધીશ અનિર્બાણે સંજય રોયને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. સીબીઆઈએ ફાંસીની સજાની માંગ કરી હતી: ઉલ્લેખનીય છે કે સીબીઆઈના વકીલે દોષિત સંજય રોયને ફાંસીની સજાની માંગ કરી હતી. સીબીઆઈએ જણાવ્યું હતું કે ફાંસીની સજાથી વિશ્વાસ કાયમ થશે. કારણ કે આ કાંડે આખા દેશને હચમચાવી નાખ્યો હતો, જયારે સંજય રોયના પરિવારના વકીલે ફાંસીની જગ્યાએ અન્ય કોઈ સજા આપવાની માંગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે આ કેસની સુનાવણી દરમિયાન સંજય રોયે જજને કહ્યું કે, તે નિર્દોષ છે. મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. મેં આવું કર્યું નથી. જેમણે આ કર્યું છે તેમને છોડી દેવામાં આવી રહ્યા છે. આમાં એક ઈંઙજ અધિકારી સંડોવાયેલા છે. સંજય રોયે કહ્યું કે,હું હંમેશા મારા ગળામાં રુદ્રાક્ષની માળા પહેરું છું.
જો મેં કોઈ ગુનો કર્યો હોત અને કોઈ ઝપાઝપી થઈ હોત તો મારી માળા ઘટનાસ્થળે જ તૂટી ગઈ હોત. હું આ ગુનો કરી શકતો નથી. કોર્ટે કહ્યું કે આરોપી વિરુદ્ધ ઇગજ કલમ 64,66, 103/1 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ ફરિયાદ એવી છે કે, તે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગયો હતો અને સેમિનાર રૂમમાં જઈને ત્યાં આરામ કરી રહેલી મહિલા ડોક્ટર પર હુમલો કરીને તેની હત્યા કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy