બેંગ્લોર તા.11
સૈયદ મુશ્તાકઅલી ટુર્નામેન્ટનાં કવાર્ટર ફાઈનલ મેચમાં મધ્યપ્રદેશ સામે સૌરાષ્ટ્રની 6 વિકેટે હાર થઈ હતી. મધ્યપ્રદેશે ટોસ જીતીને સૌરાષ્ટ્રને પ્રથમ દાવ લેવા ઉતાર્યું હતું.
સૌરાષ્ટ્રએ 20 ઓવરમાં સાત વિકેટે 173 રન બનાવ્યા હતા તેમાં ચિરાગ જાનીનાં 80, જય ગોહીલ તથા હાર્વિક દેસાઈનાં 17-17 રન મુખ્ય હતા. મધ્યપ્રદેશે 19.2 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 174 રનનો ટારગેટ હાંસલ કરી લીધો હતો.
અર્પિતે 42, વેંકટેશ ઐય્યરે 33, રજત પાટીદારે 28 રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર વતી જયદેવ ઉનડકટ 2, ચિરાગ જાની, પ્રેરક માંકડ તથા અંકુરે 101 વિકેટ લીધી હતી. 38 રન તથા બે વિકેટ ઝડપનાર વેંકટેશ ઐય્યરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy