♦ડુપ્લિકેટ ફેવિકોલ-ફેવિકવીક વેંચવાનું કૌભાંડ: રાજકોટના ત્રણ વેપારી સામે ગુના નોંધાયા
♦1900 નંગ નકલી જથ્થો જપ્ત કરાયો, રીક્ષામાં વેંચવા આવેલ ફેરિયાઓની ગાંધીગ્રામ પોલીસે શોધખોળ આદરી
રાજકોટ. તા.16
ફેવીકોલ-ફેવિકવીક ડુપ્લીકેટ વેંચવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં રાજકોટના ત્રણ વેપારી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુના નોંધાયા હતાં. ગાંધીગ્રામ મેઈન રોડ પર આવેલ મુરલીધર પ્રોવિઝન, ચામુંડા જનરલ સ્ટોર અને સત્યમ ડીપાર્ટમેન્ટ નામની દુકાનમાં દરોડા પાડી 1900 નંગ નકલી જથ્થો જપ્ત કર્યો હતો. બનાવ અંગે પોલીસે કોપીરાઈટ અંગેનો ગુનો દાખલ કર્યો હતો.
બનાવ અંગે ઉત્તરપ્રદેશના અંકુરશર્મા રાજકુમારશર્મા (ઉ.વ.30) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મુકેશ રમેશ ડાંગર (રહે. ગાંધીગ્રામ સોસાયટી, એસ.કે.ચોક, રાજકોટ), આશિષ દિનેશ વાઢીયા (રહે. ગાંધીગ્રામ મેઈન રોડ) અને રવિ હરસુખ રાયચુરા (રહે. દિપક સોસાયટી મેઈન રોડ, ગાંધીગ્રામ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ નોઈડા ખાતે આવેલ જઊખઈંઝઅ કઊૠઅક અમદજ્ઞભફયિંત જજ્ઞહશભશજ્ઞિંતિ નામની કંપનીમાં એકઝીકયુટર તરીકે દોઢ વર્ષથી નોકરી કરે છે.
કંપનીને અંધેરી ઈસ્ટ મુંબઈમાં આવેલ ફેવીકોલ તથા ફેવીકવીકની ખ/ત ઙશમશહશયિં ઈંક્ષમીતિશિંયત કશળશયિંમ નામની કંપની સાથે તેમની કંપનીના લોગા કે લખાણ કે ચીત્રોનું કોપી કરી ફેવીકોલ કે ફેવીક્વીકનુ વેચાણ કરે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની તેઓને સત્તા આપવામાં આવેલ છે.
તેઓ દેશના અલગ અલગ શહેરોમા દુકાનો ઉપર જઈ idilite Industries Limited કંપનીની ફેવીકોલ અને ફેવીક્વીકની ખરીદી કરીએ છીએ અને કંપનીની લખાણ કે ચિત્રો કે લોગાનુ કોપી કરેલાનું જણાઈ આવે તો અમો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ. ગઈકાલે સાંજના સમયે તેઓને કંપની દ્રારા જાણ થયેલ કે, ગાંધીગ્રામ સોસાયટી એસકે ચોક વિસ્તારમાં આવેલ અલગ અલગ દુકાનોમાં પીડીલાઈટ કંપનીની ફેવિકવિકના લોગા, ચિત્ર તથા લખાણનુ કોપી કરી ફેવીકવીકનુ વેચાણ કરે છે.
જે બાતમીના આધારે દુકાનમાં તપાસ કરવા તેઓ અન્ય સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને ત્યાંથી હેડ કોન્સ્ટેબલ રવીભાઈ ગઢવી, રોહીતદાન ગઢવી, શબ્બીરખાન મલેક સાથે ગાંધીગ્રામ સોસાયટી એસકે ચોક વિસ્તારમાં આવેલ મુરલીધર પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ખાતે જઈ તપાસ કરતા ત્યા દુકાન ધારકનું નામ પુછતા પોતાનુ નામ મુકેશ રમેશ ડાંગર હોવાનુ જણાવેલ હતું.
તે દુકાનમાં તપાસ કરતા પીડીલાઈટ કંપનીની ફેવીક્વીકના 29 નંગ મળી આવેલ જે ફેવીક્વીકના પ્લાસ્ટીકના નંગ ઉપર જોતા કંપનીના લોગા તથા લખાણ તથા ચિત્રોનુ કોપી કરેલ હતું.
તેમજ અન્ય ચામુંડા જનરલ સ્ટોરમાં તપાસ કરતાં ત્યાંથી 33 નંગ ફેવિકવિકમાં કંપનીના લોગા તથા લખાણ તથા ચિત્રોનુ કોપી કરેલ હતું. તેમજ તે જ વિસ્તારમાં આવેલ સત્યમ ડીપાર્ટમેન્ટ સ્ટોરમાં તપાસ કરતાં તેમાંથી 1856 નંગ ફેવિકવિકમાં કંપનીના લોગા તથા લખાણ તથા ચિત્રોનુ કોપી કરેલ હતું.
બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. વધુમાં પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પકડાયેલ ત્રણેય વેપારી છેલ્લા ઘણાં સમયથી કોપીરાઈટ કરેલ નકલી ફેવિકવીક વેંચે છે અને તેઓ રીક્ષામાં આવતાં ફેરિયાઓ પાસેથી 38 નંગ રૂ.195 માં ખરીદીને રૂ.420 માં વેંચતા હોવાની કબુલાત આપતાં પોલીસે તે ફેરિયાઓની પણ શોધખોળ હાથ ધરી છે.
નકલીથી બચવા આ ધ્યાન રાખવું: કાગળની ક્વોલીટી નબળી, બેચ નંબર ન હોય
રાજકોટ. તા.16
પોલીસ અને કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, લોકો ફેવીકોલ અને ફેવિકવિકના નકલી માલથી કઈ રીતે બચી શકાય છે. નકલી ફેવીકોલ અને ફેવિકવિકના પેકિંગમાં એક તો કાગળની ક્વોલીટી નબળી હોય છે, તેનો પીળો અને બ્લુ કલર ડલ હોય છે. તેમજ નકલીમાં કંપનીનો સિમ્બોલ ઉપર હોય છે. તેમજ ખાસ નકલી પેકિંગમાં બેચ નંબર હોતા નથી. જેથી જ્યારે દુકાને વસ્તુ ખરીદવા જાવ ત્યારે આ મુદ્દા ધ્યાન રાખવા જરૂરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy