ગોંડલમાં મોલ સહિત ત્રણ કોમ્પ્લેક્ષને સીલ

Local | Gondal | 08 June, 2024 | 12:01 PM
ફાયરના નિયમોનો ઉલાળીયો કરનારા સામે ધડાધડ પગલા: વધુ કોમ્પ્લેક્ષ સીલ કરાશે
સાંજ સમાચાર

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)
ગોંડલ તા.8
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ નાં પગલે ગુજરાત ભર માં તંત્ર દોડતું થયુ છે.અને ફાયર સેફ્ટી કે એનઓસી વગર ઘર ની ધોરાજી ચલાવી ધમધમતા એકમો સામે આક્રમક બન્યુ છે.ગોંડલ માં પણ નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરી ફાયર નાં નિયમોનો ઉલાળીયો કરી રહેલા પાંચ કોમ્પ્લેક્ષ માં વેપારીઓ ને નોટિસ પાઠવી ફાયર એનઓસી અંગે તાકીદ કરાઇ હતી.જેમા મુદત વિતવા છતા કોઇ પ્રક્રિયા કરાઇ નાં હોય રીઝોનલ ફાયર ઓફિસર રાજકોટ ઝોન ની સુચના મુજબ નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા,ફાયર ઓફિસર સંજયભાઈ વાછાણી સહિત પોલીસ સ્ટાફ સાથે જેલચોક માં આવેલા પરિશ્રમ કોમ્પ્લેક્ષ તથા સી.એમ.પ્લાઝા કોમ્પ્લેક્ષ નાં બિલ્ડીંગ સીલ કરાયા હતા. પી.માર્ટ ને પણ સીલ મરાયુ હતુ.ઉપરાંત વછેરાનાં વાડા સામે આવેલા કોલેજીયન મોલ ને પણ સીલ મરાયુ હતુ.

ફાયર ઓફિસર સંજયભાઈ વાછાણી નાં જણાવ્યાં મુજબ ડ્રીમલેન્ડ રેસ્ટોરન્ટ, પટેલ કલાસીસ સહિત ને પણ સીલ મારવા કાર્યવાહી હાથ ધરાઇ છે.તેમણે કહ્યુ કે ફાયર ઇન્ટોલેશન ની કામગીરી પુર્ણ કરવા આરએફઓ કચેરી રાજકોટ ખાતે મંજુરી સાથે એનઓસી મેળવ્યા બાદ બિલ્ડીંગ નાં સીલ ખુલશે.ગેમજોન અગ્નિકાંડ નાં પગલે તંત્ર ભલે દોડતું થયું પણ રાજકોટ ની માફક તટસ્થ તપાસ હાથ ધરાય તો ગોંડલ માં અનેક કોમ્પ્લેક્ષ કે બિલ્ડીંગ નીતી નિયમો ને અવગણી ઉભા કરાયા છે.જેમા યોગ્ય ફાયર સેફટી ની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. તંત્ર સાથે અને કેટલાક ખંધા કર્મચારીઓ ની મીલીભગત થી આવા બિલ્ડીંગ ખડકાઈ ગયાછે.જે તપાસ નો વિષય છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj