રાજકોટ, તા.16
ચેક રિટર્ન ત્રણ કેસમાં રાજકોટના સોની વેપારી મિતેન ચુનીલાલ લોઢીયાને સેશન્સ અદાલતે એક - એક વર્ષની એટલે કે કુલ 3 વર્ષની જેલની સજાનો હુકમ કાયમ રાખ્યો છે.
આ ચેક રિટર્ન કેસોની વિગત જોઈએ તો, રાજકોટના રહીશ ફરિયાદી એ.સી.ઈ. ગોલ્ડના પ્રોપરાઈટર દિનેશભાઈ પોલરા તથા એ.સી.ઈ. સીલ્વરના પ્રોપરાઈટર વનીતાબેન દિનેશભાઈ પોલરા દ્વારા આરોપી મિતેનભાઈ લોઢીયાને તેઓની માંગણી મુજબ સોના તથા ચાંદીના દાગીના પાકા બીલથી આપેલ હતા. તે બીલ પેટે આરોપીએ કુલ રૂ.3,48,900ની રકમના કુલ ત્રણ અલગ અલગ ચેક આપેલ હતા.
જે ત્રણેય અલગ અલગ ચેકો રીટર્ન થતા ફરીયાદીએ રાજકોટના જયુડી. મેજી.ની કોર્ટમાં સને ર0ર1ની સાલમાં કુલ અલગ અલગ ત્રણ ફરીયાદો તેમના વકીલ મારફત કરેલ હતી.
જે કેસ ચાલી જતા સ્પે. નેગોશીએબલ કોર્ટે આરોપીને સજા ફટકારેલ હતી. જે હુકમથી નારાજ થઈ આરોપીએ રાજકોટની સેશન્સ કોર્ટમાં અપીલ કરેલ હતી. જે અપીલમાં આરોપીની વર્તણુક તેમજ ફરીયાદી દ્વારા રજુ થયેલ અલગ અલગ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈ આગળની કાર્યવાહી ચાલુ રાખતા ફરીયાદ પક્ષ દ્વારા અલગ અલગ હાઈકોર્ટ ના જજમેન્ટો રજુ કરેલ હતા અને કાયદેસરનું લેણુ છે.
તે અંગેના પુરાવાઓ રજુ કરેલ અને નીચલી કોર્ટ દ્વારા કરેલ સજાનો હુકમ કાયદેસરની કાયદાની જોગવાઈ મુજબ છે. તેવી દલીલ કરી હતી. જે ધ્યાને લઈ કોર્ટે આરોપી મિતેન લોઢીયાને ત્રણેય અલગ અલગ કેસોમાં એક-એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂ.3,48,900 વળતર પેટે ફરીયાદીને અલગથી ચુકવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના ધારાશાસ્ત્રી વિરેન્દ્ર વિ. રાણીંગા રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy