વેરાવળનાં ભાલપરાના સેવાભાવિ યુવાને કુવાનું પાણી પાલિકાને વિનામૂલ્યે આપવા ઉદારતા બતાવી

Local | Veraval | 11 June, 2024 | 02:56 PM
સાંજ સમાચાર

(દેવાભાઇ રાઠોડ) 
પ્રભાસ પાટણ તા.11
વેરાવળ તાલુકાનાં ભાલપરા ગામ ના સેવાભાવી યુવાન ભગવાનભાઈ ભીમાભાઇ સોલંકી એ અત્યારે કાળઝાળ ગરમી મા પીવા ના પાણી ની અછત ઊભી થયેલ છે ત્યારે પોતાનો ભાલપરા ગામે વેરાવળ તાલાળા રોડ ઉપર કુવો આવેલ છે જેમા પીવાલાયક મીઠું પાણી સારા પ્રમાણમાં છે જેથી તેઓએ ડે કલેકટર, પાણી પુરવઠા, નગરપાલિકા ચીફ ઓફિસર અને મામલતદાર ને લેખિત મા જણાવ્યું કે મારા કુવામાં પીવાલાયક મીઠું પાણી પુરતા પ્રમાણમાં આવેલ છે.

જે વેરાવળ પાટણ નગરપાલિકા અને ભાલપરા ગ્રામ પંચાયત ને વિના મુલ્ય આપવા તૈયાર છુ આ કુવો જ્યાં આવેલ છે તેની બાજુમાં નગરપાલિકા ના પાઈપ લાઈન આવેલ છે જેથી આ ભગવાનભાઈ સોલંકી ના કુવામાંથી કનેક્શન આપી શકાય તેમ છે તેઓએ આવી ઉદારતા બતાવી ને સરાહનીય કામગીરી કરેલ છે.

ભગવાનભાઈ સોલંકી એ થોડા સમય પહેલા એક સર્વ સમાજ સમુહલગ્ન નુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં કોઈ જાતનો ચાર્જ લીધા વગર ગરીબ અને મા બાપ વગર ની દિકરી ઓ ના લગ્ન કરાવેલ અને સોના ચાંદી ના ધરેણા સહિત ગૃહ ઉપયોગી ચીજ વસ્તુઓ નુ દાન આપવામાં આવેલ અને બ્લડ ડોનેશન કેમ્પ રાખી બ્લડ પણ એકત્રિત કરવામાં આવેલ હતું આ વિસ્તારમાં ભગવાનભાઈ સોલંકી ની સારી કામગીરી ને લોકો એ બીરદાવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj