2023માં બોકસ ઓફિસ પર ધમાકા કરનાર...

શાહરુખ ખાન, સન્ની દેઓલ, રણબીર કપુર 2025માં સિનેમા હોલમાં કરશે જોરદાર વાપસી

India, Entertainment | 10 June, 2024 | 11:56 AM
સનીની ‘લાહોર 1947’, સલમાનની ‘સિકંદર’, યશની ‘ટોકિસક’, શાહરુખની ‘કિંગ’, રણબીરની ‘રામાયણ’ ટિકીટબારી પર ધૂમ મચાવશે
સાંજ સમાચાર

મુંબઈ: વર્ષ 2023માં બોકસ ઓફિસે છપ્પરફાડ કમાણી કરી હતી. ખાસ કરીને શાહરુખ ખાનની ‘પઠાન’ અને ‘જવાન’ સની દેઓલની ‘ગદર-2’ અને રણબીરકપુરની ‘એનિમલ’ સહિતની ચાર ફિલ્મોએ બોકસ ઓફિસ પર પાંચસો કરોડ રૂપિયાની કમાણી કરી હતી પણ આ વર્ષે બોલીવુડની ફિલ્મો પ્રથમ 6 માસિકમાં બોકસ ઓફિસ પર સારો દેખાવ નહોતી કરી શકી. આવનારા 6 મહિનામાં બોલીવુડને હિટ ફિલ્મોની આશા છે. વર્ષ 2023માં બોકસ ઓફિસ પર ધૂમ મચાવનારા હીરોની ફિલ્મો આવતા વર્ષે રિલીઝ થઈ રહી છે.

વર્ષ 2025માં શાહરુખ, સન્ની, રણબીર વાપસી કરનાર છે. સની દેઓલ આગામી ફિલ્મ ‘લાહોર 1947’થી આવતા વર્ષે જાન્યુઆરીમાં વાપસી કરશે. જયારે ઈદ પર સલમાનખાનની ફિલ્મ ‘સિકંદર’ રજૂ થશે. જયારે ‘કેજીએફ’ ફેમ યશની આગામી ફિલ્મ ‘ટોકિસક’ આવતા વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની ચર્ચા છે. ઉપરાંત સમય સીઝનમાં અજય દેવગનની ‘દે દે પ્યાર દે-2’ કમલ હાસનની ‘ઈન્ડીયન-3’, અક્ષયકુમારની ‘હાઉસફુલ-5’ અને ‘જોની એલએલબી-3’ જેવી ફિલ્મો રિલીઝ થશે.

આવતા વર્ષે ઈન્ડીપેન્ડન્સ ડેએ ઋત્વિક રોશન અને જુનીયર એનટીઆરની ‘વોર-2’ ધમાકો કરશે તો દિવાળીએ શાહરુખખાન દીકરી સુહાના સાથે ફિલ્મ ‘કિંગ’ રજુ કરશે. એ પહેલા ઓકટોબર 2025માં રણબીરકપુરની ‘રામાયણ’ની રિલીઝની ચર્ચા છે. જયારે ક્રિસમસમાં હોલીવુડની ‘અવતાર’ ફ્રેન્ચાઈઝીની ‘અવતાર-3’, પ્રભાસની ‘સાલાર’ ફિલ્મની સિકવલ ‘સાલાર-2’, રણબીર-આલિયાની ‘લવ એન્ડ વોર’ રિલીઝ થશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj