શિવસેના (શિંદે) પણ નારાજ

India, Politics | 11 June, 2024 | 11:51 AM
કુમારસ્વામી અને માંઝીને કેબીનેટ પદ અને અમને માત્ર રાજયમંત્રી પદ કેમ?
સાંજ સમાચાર

પુણે તા.11
નરેન્દ્ર મોદી સરકારના મંત્રીઓની ફાળવણીના મુદે અજિત પવારની એનસીપી પછી શિંદેની શિવસેનાએ પણ નારાજગી દર્શાવી છે. તેમણે સાથી પક્ષોને મંત્રીપદ આપવાની બાબતમાં પક્ષપાત થયો હોવાનું જણાવ્યું છે. જો કે, પક્ષે મોદી સરકારને સંપૂર્ણ ટેકો હોવાની વાત ભારતપૂર્વક જણાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકારના મંત્રીઓએ રવિવારે શપથ લીધા ત્યારે શિંદે સેનામાંથી માત્ર પ્રતાપરાવ જાધવને મંત્રી બનાવાયા હતા. તેમને રાજયમંત્રી તરીકેનો સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યો છે. જાધવને આયુષ મંત્રાલય અને આરોગ્ય રાજયમંત્રી બનાવવામાં આવ્યા છે.

શિંદેની શિવસેનાના સાંસદ શ્રીરંગ બર્નેએ જણાવ્યું હતું કે, ‘મહારાષ્ટ્રમાં તાજેતરની લોકસભા ચૂંટણીમાં પક્ષને સાત બેઠક મળી છે. અમારી તુલનામાં ઓછી બેઠક મેળવનારા અન્ય પક્ષોને કેબીનેટ મંત્રીનો હોદો અપાયો છે.’

તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘ભાજપના સૌથી જૂના સાથી પક્ષ હોવાના નાતે અમને ઓછામાં ઓછા એક કેબીનેટ મંત્રી અને એક રાજયમંત્રીનો હોદ્દો મળવાની આશા હતી. જો કે, લોકસભામાં શિવસેના (શિંદે)ના નેતા શ્રીકાંત શિંદેએ એનડીએ સરકારને કોઈ પણ જાતના ‘બાર્ગેનિંગ’ વગર સંપૂર્ણ ટેકો હોવાનું જણાવ્યું હતું.’

ઉલ્લેખનીય છે કે, અજિત પવારની એનસીપીએ રવિવારે રાજયકક્ષાના મંત્રીની ભાજપે કરેલી ઓફર સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. બર્નેએ જણાવ્યું હતું કે, ‘અમે 15માંથી સાત બેઠક પર જીત મેળવી છે. જયારે ભાજપને 28માંથી 9 બેઠક મળી છે.’ તેમણે જેડી(એસ) ના એચ.ડી.કુમારસ્વામી અને જિતન રામ માંઝી જેવા અન્ય પક્ષોના કેબીનેટ મંત્રીને ટાંકીને જણાવ્યું હતું કે, તેમના પક્ષ શિવસેના કરતાં ઓછી બેઠક પર જીત્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj