ભરૂચનાં દેરોલ ગામના પાટીયા પાસે છ જૈન સાધ્વી ભગવંત ઉપર હુમલો: જૈન સમાજમાં રોષ

Local | Kutch | 27 May, 2024 | 04:48 PM
સાધ્વીને કમર પટ્ટાથી માર મારનાર શખ્સને સ્થાનીક લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો
સાંજ સમાચાર

ભરૂચ, તા. 27
ભરૂચ થી 11 કિલોમીટર અંતરે આવેલ દેરોલ ગામ ના પાટિયા નજીક આજ રોજ 6 જૈન સાધ્વીજી ભગવંત ઉપર હુમલો કર્યો હતો. 
બનાવની વધુ વિગત મુજબ જૈન સાધ્વીજી ભગવંત આજરોજ તેમના નિત્ય ક્રમ મુજબ સવારે 4. 30 કલાકે ભરૂચ શ્રીમાળીપોળ ખાતેથી તેવોની પદ યાત્રા આરંભી હતી.

ત્યારે મહંમદપુરાથી એક આડેધ વયની વ્યક્તિ તેવોનો પીછો કરવાનો શરૂ કરેલ હતું. આ વ્યક્તિએ તેમનો પીછો કરતા કરતા બુમો પાળી તેમને ડરવાની પ્રયત્ન કર્યો હતો અને પદયાત્રા દરમિયાન નજીક આવનો પણ પ્રયત્ન કર્યો હતો. દેરોલ નજીક અત્યંત નજીક આવનો પ્રયત્ન કરતા જૈન સાધ્વી ઓ એ તેને મૌખિક સૂચના આપી દૂર રહેવાનું જણાવ્યું. તે દરમિયાન ઈસમએ પોતાના કમર પટ્ટા દ્વારા 6 સાધ્વીજી ભગવંતતોને માર મારવાનું શરૂ કરી દીધું. જે દરમિયાન 1 સાધ્વીજીને ધક્કો મારી દૂર ફેંકી દીધા હતા.

આ બનાવ ને જોતા રસ્તા પરથી પસાર થતા એક સ્થાનિક શાકભાજીવાળા ભાઈએ વચ્ચે પડી બચવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન ઈસમએ શાકભાજી વાળાભાઈને પણ માર માર્યો હતો અને ભાગી છૂટ્યો હતો. પરંતુ સ્થાનિક વ્યક્તિઓની મદદથી તેને દેરોલ ચોકળી પાસેથી પકડી લેવામાં આવ્યો હતો. અને બીજા સ્થાનિક વ્યક્તિઓએ તેને પોલીસ ને હવાલે કર્યો હતો. બનાવની જાણ થતાં ભરૂચ અને અજુ બાજુના જૈન સમાજના લોકો હજાર થઈ જૈન સાધુ સાધ્વી ભગવંતોને પદયાત્રામાં સુરક્ષામાં માંગણી કરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj