રાજકોટ, તા. 15
સુરત શહેરનાં મહીદારપુરા વિસ્તારમાં આંગડીયા પેઢી અને હીરાના પાર્સલો ઉપર ધાડ પાડવા નીકળેલ આંતર રાજય રીઢા ગુનેગાર, પોલીસ કોન્સ્ટેબલ સહિત 4ને ચાર પીસ્ટલ, એક તમંચો, 40 કાર્ટીઝ સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપી લઇ લુંટ-ધાડનો પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો.
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતની સુચના મુજબ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. જે.એન.ઝાલા, જે.એન.ગોસ્વામી અને પી.આઇ. પી.કે.સોઢાએ કડોદરા સારોલી રોડ પર હુન્ડાઇ કારને થંભાવી તલાસી લેતા તેમાંથી રીઢો ગુનેગાર જેમ્સ અલમેડા અને અલાઉદીન શેખને બે પીસ્ટલ, બે મીરચી સ્પ્રે, રેમ્બો છરો અને ચોરાઉ હુન્ડાઇ સાથે ઝડપી લઇ તેમના સાગ્રીતો કડોદરા ખાતે હોવાની માહિતી આધારે રાજેશ સુબેદારસીંગ પરમાર, રહીશખાન સૌરબખાન, ઉદયવીરસી:ગ રાજબહાદુરસીંગ તોમર, વિજય લાલતા મેનબસીને એક પીસ્ટલ, એક તમંચો 11 કાર્ટીઝ સાથે ઝડપી લઇ કુલ રૂા. 4,80,000નો મુદામાલ જપ્ત કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં ઉપરોકત આરોપીઓ મહીધરપુરા ખાતેની આંગડીયા પેઢી અને હીરાના પાર્સલો ઉપર ધાડ પાડવાની ફીરાકમાં હતા. પકડાયેલ આરોપઓ પૈકીનો મુખ્ય ગુનેગાર જેમ્સ ઉર્ફે સેમ સન ઓફ જેફરીન ગીગોરી અલ્મેઇડા અગાઉ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધપ્રદેશ તેમજ મુંબઇ ખાતે મકોકા એકટનો આરોપી તથા લુંટ સાથે મર્ડર, હથિયારો સાથે ધાડ તેમજ પોલીસ જાપ્તા, પુર ફાયરીંગ કરી ફરાર, લુંટ સમયે પોલીસ પર ફાયરીંગ, 1પ કિલો સોનાની લુંટ, આર્મ્સ સાથે અનેક લુંટ તથા ઘરફોડ, વાહન ચોરીઓ વગેરેને અંજામ આપેલ છે.
જેમ્સની વધુ પુછપરછ કરતા જાણવા મળેલ કે પોતે મકોકા કેસમાં તલોજા જેલમાં જેલવાસ ભોગવી રહ્યો હતો તે દરમિયાન જેમ્સની મુલાકાત રાજેશ પરમાર રહે. ગ્વાલીયર (રીયાયર્ડ આર્મીમેન) તેમજ હાલ શિવપુર મધ્યપ્રદેશ ખાતે જેલ સિપાઇ તરીકે ફરજ બજાવે છે. તેની સાથે થયેલ હતી અને રાજેશ પરમાર કિલ્લાકુટ પોલીસ સ્ટેશન ખાતે ર0 કિલો ગોલ્ડ ચોરીના કેસમાં જેલ ભોગવી રહેલ હતો.
ત્યારથી મિત્રતા થયેલી અને પછી બંને જેલમાંથી છુટયા બાદ અવારનવાર મુલાકાત કરેલ અને તે વખતે આ રાજેશ પરમાર દ્વારા જેમ્સ અલ્મેડાની મુલાકાત ઉદયબીર સીંગ તોમર રહે. મૂરેના મધ્યપ્રદેશ સાથે કરાવેલ અને આ ઉદયબીર અગાઉ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલ હોઇ તે અગાઉ અવારનવાર સુરત ખાતે આવતો જતો હતો.
આ ત્રણેય સાથે મુલાકાત કરી ઉદયબીર તોમર દ્વારા ટીપ આપવામાં આવેલ કે હીરા બજારમાંથી રોજેરોજ રામ ટ્રાવેલ્સ સુરતથી વડોદરા ખાતે મોટા પ્રમાણમાં હીરા તથા સોનાનો માલ હેરફેર કરે છે જેને હથીયાર સાથે સાગ્રીતો બોલાવી રામ ટ્રાવેલ્સની બસને હાઇજેક કરી ધાડ કરી બસમાં રહેતા તમામ ચીજવસ્તુની લુંટ કરવાનો પ્લાન કરેલ અને પોતે તેના સાગ્રીતો સાથે ભેગા મળી સુરત શહેર ખાતે કોઇ મોટી ધાડ પાડવાના ઇરાદે કાવતરૂ ઘડી દોઢ મહિનાથી એક ભાડે મકાન રાખી તેના સાગ્રીતો દ્વારા સુરત શહેર, સુરત ગ્રામ્ય તથા વડોદરા તથા ભરૂચ તથા નવસારીની આંગડીયા પેઢી તથા હીરા બજાર તથા જવેલરી શોપ જગ્યા પર રેકી કરેલ હોવાનું જણાવેલ છે.
આમ મજકુર આરોપીઓ ગુનાને અંજામ આપે તે પહેલા ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડી પાડવામાં આવેલ છે. જેમ્સની પુછપરછમાં એવી પણ હકીકત જાણવા મળેલ છે કે, પોતે જે હુન્ડાઇ વરના કાર લઇ આવેલ છે તે પણ પંજાબ ખાતેની ચોરીની હોવાનું જાણવા મળેલ છે. પકડાયેલ આરોપીમાં રાજેશ પરમાર અગાઉ આર્મીમાં ફરજ બજાવેલ છે અને હાલ મધ્યપ્રદેશ જેલ પોલીસમાં ફરજ બજાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy