જુનાગઢ તા.17
માણાવદર સ્ટેશન પ્લોટ ખાતેના લીંબડાના ઝાડ નીચે ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા યુનુસ કાસમ સાંધ રે. ઝાંપોદડ, કિશોર કારા ચૌહાણ રે.માણાવદર, લલીત રણછોડ મારસોણીયા રે. ભાયાવદર, સરફરાજ કરીમ ગણોદવાલા રે. ઉપલેટા, સલમાન મુનાફ બકાલી રે.ઉપલેટા અને રોશન આશીષદાસ રે. માણાવદર વાળાને રોકડ રૂા.25,560 એક મોબાઈલ રૂા.500 એન્ડ્રોઈડ મોબાઈલ-4 રૂા.12000 મળી કુલ રૂા.38,060નો મુદામાલ જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
મોટર કેબલની ચોરી
માળીયા હાટીના કારંભડા ગામે બોરમાંથી પાણીની મોટર કેબલ 350 ફૂટ રસ્સો મળી કુલ 54,666ની મતાની ચોરી થયાની અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાઈ છે. ફરીયાદી રામભાઈ નાનુભાઈ કાગડા (ઉ.39) રે. કાલીંભડાએ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.19/3/25ની રાત્રીના કાલીંભડા ગામે રામ મંદિરની બાજુમાં આવેલ બોરમાંથી પાણીની મોટર 250 ફટ રસ્સો કેબલ મળી કુલ રૂા.54,666ની મતાની ચોરી કરી લઈ ગયાની અજાણ્યા ઈસમો સામે ફરીયાદ નોંધાવતા માળીયા પીએસઆઈ એમ.એમ. હિંગોરાએ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy