રાજકોટ, તા. 15
દુનિયાભરમાં લોકોએ જાન્યુઆરીમાં કવોડરેન્ટીડસ ઉલ્કાવર્ષા સ્પષ્ટ નજરે નિહાળી હતી. 105 દિવસના વિરામ બાદ ફરીને ઉલ્કાવર્ષાનો પ્રારંભ થનાર છે. તેમાં વિશ્ર્વમાં તા. 15મી એપ્રિલ મધ્યરાત્રીથી તા. ર9મી એપ્રિલ સોમવાર પરોઢ સુધી લાયરીડસ ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. વિશ્ર્વના ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઇ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની તૈયારી આરંભી છે. ત્યારે રાજયમાં જાગૃતોને અવકાશી ઉલ્કાવર્ષાનો અદભુત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે તા. 15મી મંગળવાર મધ્યરાત્રીથી તા.29મી સુધી આકાશમાં લાયરીડસ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. તા. 21 તથા રરમી રાત્રીએ આકાશમાં રીતસર ઉલ્કાવર્ષાનો વરસાદ જોવા મળશે.
જાથાનો પ્રયાસ લોકોને અવકાશ તરફ નજ કરતાં થાય, તેમાં રસ લઇ, બાળકો સાથે ખગોળીય માહિતી મેળવતા થાય, નજારો નિહાળવા માટે રાજયભરમાં આયોજન ગોઠવ્યું છે. તેમાં રાજકોટ, અમરેલી, બોટાદ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, રાજપીપળા, ભાવનગર, જુનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, આણંદ, નડીયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, ધાનેરા, ડીસા, હિંમતનગર, ગાંધીધામ, માંડવી, અંજાર, મોરબી, પાવાગઢ, ગોધરા વગેરે નાના-મોટા નગરોમાં બે દિવસીય તા. 22-23 એપ્રિલ મધ્યરાત્રી પરોઢે વ્યવસ્થાની આખરી ઓપની તૈયારી આરંભી છે.
લાયરીડસ ઉલ્કાવર્ષાનો નજારો તા. 21 તથા રર રાત્રીના નિહાળવાની તૈયારીમાં જાથાના અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રોમિત રાજદેવ, દિનેશ હુંબલ, નિર્ભય જોશી, રાજુ યાદવ, નિર્મળ મેત્રા, ભોજાભાઇ ટોયટા, હર્ષાબેન પંડયા, ભાવનાબેન વાઘેલા, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ વગેરે અનેક સદસ્યો જોડાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy