ભાયાવદરની સીમમાં તસ્કરોનો તરખાટ: ખેતરો અને મોજ નદીના કાંઠેથી ઇલે. મોટર અને કેબલની ચોરી

Crime | Rajkot | 30 May, 2024 | 11:51 AM
અલગ-અલગ ખેડૂતોની ચાર હાંડી મોટર અને 900 ફૂટ કેબલ વાયર મળી રૂ.1.23 લાખનો મુદ્દામાલ તસ્કરો ચોરી કરી નાસી છૂટયાં: ભાયાવદર પોલીસે શોધખોળ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ. તા.30
ભાયાવદરની સીમમાં તસ્કરો ત્રાટકયા હતાં. ખેતરો અને મોજ નદીના કાંઠેથી ચાર ઇલે. મોટર અને 900 ફૂટ કેબલ વાયરની ચોરી કરી નાસી છૂટતાં ખેડૂતે ભાયાવદર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગે ભાયાવદરમાં સ્વામિનારાયણ ચોકમાં કુંભારવાડાની બાજુમાં રહેતાં શાંન્તીલાલ હરજીભાઈ રાડીયા (ઉ.વ.65) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ભાયાવદર ગામે, જગપીર વિસ્તાર, પાતાવાળી સીમમાં ખેતીની જમીન આવેલ છે.

ગઈ તા.23/04 ના સવારના સમયે વાડીની બાજુમાં આવેલ તેમના કાકાની જમીન સાંખેથી વાવતા રમેશભાઈ હીરપરાનો મને ફોન આવેલ અને કહેલ કે, આપણા કુવામાંથી પાણીની ઈલેકટ્રીક મોટર બે, કોપરનો પટ્ટી કેબલ વાયર કોઈ ચોરી કરી લઈ ગયેલ છે. જેથી તેઓએ વાડીએ જઈ સહીયારા કુવામાં જોતા કુવામાંથી 5 હોર્સ પાવરની પાણીની હાંડી ઈલેકટ્રીક મોટર રૂ.15 હજાર તેમજ 2મેશભાઈ હીરપરાની પણ 6.5 હોર્સ પાવરની પાણીની હાંડી ઈલેકટ્રીક મોટર રૂ.20 હજાર તેમજ બન્ને મોટર એક જ કુવામાંથી પાણીના બોર સુધી ઈલેકટ્રીક મોટર ચાલુ બંધ કરવા લંબાવેલ પટ્ટી કેબલ કોપર વાયર આશરે 200 ફુટ રૂ.15 હજારના મુદ્દામાલની ચોરી થયાનું જાણવા મળ્યું હતું.

ત્યાર બાદ તેઓ રમેશભાઈ હીરપરા સાથે સાજડીયાળી-જામીંબડી વિસ્તારમાં મોજ નદીના કાંઠે ખેડુતોએ નદીમાંથી ખેતરમાં પાણી લઈ જવા માટે પાણીની ઈલેકટ્રીક મોટર ફીટ કરેલ હોય જેથી તેમની મોટર તથા કેબલ વાયરની તપાસ કરવા જતા ત્યાં ખેડુતોએ વાત કરતા જાણવા મળેલ કે, જામટીંબડીવાળા રસનભાઈ વૈષ્નાણીએ  દોઢ વર્ષ પહેલા મોજ નદીમાં 10 હોર્સ પાવરની હાંડી ઈલેકટ્રીક પાણીની મોટર રૂ.25 હજાર, કીરીટભાઈ  ધમસાણીયાની પણ દોઢ વર્ષ પહેલા મોજ નદીમાંથી 6.5 હોર્સ પાવરની હાંડી ઈલેકટ્રીક પાણીની મોટર રૂ.20 હજાર, ખીરસરાવાળા જેન્તીભાઈ ડેડકીયાએ પંદર દીવસ પહેલા ચિત્રાવડ રોડ, મોજ નદીના કાંઠે ઈલેકટ્રીક મોટર ચાલુ બંધ કરવા લંબાવેલ પટ્ટી કેબલ કોપર વાયર આશરે 700 ફુટ રૂ.28 હજારનો મુદ્દામાલ પણ કોઈ ચોરી કરી લઈ ગયેલનુ જાણવા મળેલ હતું. જેથી ભાયાવદરની સીમમાંથી કોઈ અજાણ્યા શખ્સો અનેક ખેડૂતોની પાણીની મોટર અને કેબલ ચોરી કરી નાસી છૂટતાં ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ભાયાવદર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ હાથ ધરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj