(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.17
ગોંડલ ભગવતપરામાં આવેલી સિવિલ હોસ્પિટલમાં આવેલા ત્રણ ક્વાર્ટરમાં ચોરી ની ઘટના બનતા પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરાઇ છે. પ્રાપ્ત વિગત મુજબ સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા રાજાશાહી વખતના 3 ક્વાર્ટરમાં ચોરીનો બનાવ બનવા પામ્યો હતો.જેમાં હોસ્પિટલ નાં કર્મચારી મંગળાબેન વાણવીનાં ઘર માંથી એસી નું કંમ્પરેશર, પાણીની મોટર, કપડાં તથા રાજાશાહી સમયની લોખંડની પાઈપ લાઇન સહિત પરચુરણ ચીજવસ્તુઓ ની તસ્કરો એ ચોરી કરી હતી.ઉપરાંત અન્ય બે ક્વાર્ટર નાં લોખંડ નાં દરવાજા તસ્કરો ઉઠાવી ગયા હતા.
તાજેતર માં સહજાનંદનગર માં મકાન ધરાશઇ થયુ હોય તંત્ર દ્વારા હોસ્પિટલ નાં રાજાશાહી સમય નાં આ ક્વાર્ટર તોડી પાડવા નોટીસ અપાઇ હતી.જેને પગલે ક્વાર્ટર ખાલી કરાયા હતા.કર્મચારી મંગળાબેન અન્ય જગ્યાએ ભાડેથી મકાન રાખી રહેવા ચાલ્યા ગયા હતા.અને ઘર નો સામાન ફેરવી રહ્યા હતા. તેમના બંધ ક્વાર્ટર નાં તાળા તોડી તસ્કરોએ ચોરી કરી હતી.જ્યારે બાજુનાં બન્ને ક્વાર્ટર ખાલી હતા.
તસ્કરોએ ખાલી મકાન ને નિશાન બનાવી તસ્કરી કરી અન્ય ક્વાર્ટર નાં દરવાજા પણ ઉઠાવી ગયા હતા.બનાવ અંગે એ ડીવીઝન પોલીસ માં ફરિયાદ અંગે તજવીજ હાથ ધરાઇ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy