જમ્મુ,તા.13
જમ્મુ-કાશ્મીરમાં શિયાળાની ઋતુમાં પહાડો ઉપર હીમવર્ષા બાદ હવે સીઝનમાં સૌ પ્રથમવાર મેદાન વિસ્તારોમાં બરફ વર્ષા થઈ છે કાશ્મીરનાં પુલવામાં અને બારમુલાના મેદાન વિસ્તારો સાથે અનંતનાગ, બડગામ, બાંદી પોરા, ગુલમર્ગ, સોનમર્ગ,તંગમાર્ગ, ગુરૈજ અને ઝોઝીલા દરે વિસ્તારમાં હળવી હીમવર્ષા થઈ રહી છે.
જેના પગલે શ્રીનગર - લેહ રાજમાર્ગ બંધ કરવામાં આવ્યો છે. હાઈવે પર વાહન વ્યવહાર માટે મસીનો મદદથી બર્ફ હટાવવાની કામગીરી ચાલી રહી છે. શ્રીનગર સાથે નૈનીતાલમાં 4 ડિગ્રી તાપમાન સાથે હીમવર્ષાના પગલે કડકડતી ઠંડીથી પર્યટકો પરભરી ઉઠયા હતાં.
બીજી તરફ દિલ્હીમાં પણ ઠંડીએ દસ્તક દીધી છે. શ્રીનગરમાં હીમ વર્ષાના પગલે ઠંડી હવા ફુંકાતા દિલ્હી, એનસીઆરમાં ઠંડક પ્રસરી છે. સવારે ન્યુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી પહોંચતા ઠંડીનું મોજુ પ્રસરી વળ્યું છે. ઉત્તર ભારતના પહાડો પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે દિલ્હી, પંજવ્વ,હરીયાણા રાજસ્થાનમાં ઠંડીનો વધારો થઈ રહ્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy