નવી દિલ્હી તા.13
રાજનાથ સિંહે આજે કોંગ્રેસને બાનમાં લેતાં આરોપ મૂક્યો હતો કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમે બંધારણમાં સુધારાઓ કર્યા છે. તમામ સુધારાઓનો ઉદ્દેશ સામાજિક કલ્યાણનો છે. અમે આર્ટિકલ 370 દૂર કરી જેથી ભારતની અખંડતા જળવાઈ રહે. અમે જીએસટી કાયદો બનાવ્યો, ટેક્સના દરો નિર્ધારિત કર્યા, લોકોનું જીવન સરળ બનાવ્યું.
કોંગ્રેસની જેમ અમે ક્યારેય રાજકીય હિતો માટે બંધારણનો ઉપયોગ કર્યો નથી. જ્યારે નહેરૂ વડાપ્રધાન હતા ત્યારે, બંધારણમાં 17 વખત સંશોધન કરવામાં આવ્યા અને ઈન્દિરા ગાંધીએ 28 વખત ફેરફારો કર્યા.
રાજીવ ગાંધીએ પણ 10 વખત સુધારાઓ કર્યા હતા. મનમોહન સિંહે પણ સાત વખત સંશોધન કર્યા હતા. પરંતુ આ સુધારાઓ ખોટી નીતિઓ લાગૂ કરવા માટે હતા, પ્રજાના કલ્યાણ માટે નહીં.
રાજનાથ સિંહે રાહુલ ગાંધીનું નામ લીધા વિના નિશાન તાક્યું હતું કે, કોંગ્રેસના અમુક નેતા બંધારણની નકલ ખિસ્સામાં રાખીને ફરી છે. તેમણે બાળપણથી આ જ શીખ્યું છે. કે, બંધારણને ખિસ્સામાં રાખીને ફરો. પરંતુ ભાજપે બંધારણને માથા પર બેસાડ્યું છે.
અમે કોઈપણ સંસ્થા સાથે છેતરપિંડી કરી નથી. બંધારણના મૂલ્યોને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. બંધારણના મૂલ્યો, માર્ગો, સિદ્ધાંતો અમારા મન-વચન-અને કર્મમાં જોવા મળશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy