જુનાગઢ તા.30
માણાવદરના સારંગપીપળી ગામ નજીક પિતા-પુત્ર ટ્રેકટર લઈને જતા હતા ત્યારે પુત્ર ટ્રેકટરના પંખા પરથી પડી જતા ટ્રોલી સાથે અથડાયો હતો. જેની ગંભીર ઈજાના કારણે પિતાની નજર સામે મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. સારંગ પીપળી ગામે રહેતા ભીખુભાઈ નુરમહમદભાઈ સાંધ (ઉ.22) તેમના ટ્રેકટર નં.જીજે 11 બીએચ 9080 લઈને જતા હતા. પુત્ર અફરૂદીન ટ્રકટરના પંખા ઉપર બેઠો હતો.
તળાવમાંથી માટી ભરીને નાખવા જતા હતા ટ્રેકટર કોઠડી રોડ પર પહોંચ્યુ હતું. ત્યારે અકસ્માતે પુત્ર અફરૂદીન નીચે પટકાતા ટ્રોલી સાથે અથડાયો હતો જેમાં માથામાં શરીરે ગંભીર ઈજા થતા ગંભીર હાલતમાં દવાખાને ખસેડાતા જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. માણાવદર પીએસઆઈ પી.બી. સોલંકીએ તપાસ હાથ ધરી છે.
વિશ્વાસઘાત
માળીયા હાટીનાનાં ભંડુરી ગામે રહેતા આરોપી ગોવિંદ ભીખા ભરડા (ઉ.30)એ ગત તા.24-2-25ના અશોક લેલન કંપનીનો આઈસર ટ્રક નં. જીજે 18 બી.વી.5983 નંબરનો કેપીટલ ફાઈનાન્સ કંપનીમાંથી લોનના માસીક હપ્તો 32,930 લેખે લીધેલ જેનો એક હપ્તો ભર્યા બાદ બાકીના 48 હપ્તા ન ભરી ટ્રક ગુમ કરી દઈ રૂા.15,47,710 ન ભરી વિશ્વાસઘાત છેતરપીંડી કર્યાની મોહીતભાઈ બટુકભાઈ બારૈયા રે. રાજકોટ સીતારામ સોસાયટી વાળાએ ફરીયાદ નોંધાવતા માળીયા પોલીસ ઈન્સ. એમ.સી. પટેલે હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy