મોરબીના લીલાપર રોડે આવાસ યોજનામાં જુગારની રેડ પડતાં નાસભાગ, ત્રણ પકડાયા:એક ફરાર: મતવાવાસમાં ઘરમાંથી દારૂની બે બોટલ સાથે એક પકડાયો

Crime | Morbi | 21 April, 2025 | 12:27 PM
સાંજ સમાચાર

(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા 21
મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનામાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી.

ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા ચાર શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે પોલીસ જ સ્થળ ઉપરથી ત્રણ શખ્સોનેપકડ્યા છે જેમાં ભરતભાઈ રમેશભાઈ બાટી (24) રહે. લીલાપર રોડ કડિયાવાસ મોરબી, સન્ની નીતિનભાઈ કાંજીયા (21) રહે. ચાર માળિયા લીલાપર રોડ મોરબી, સન્ની વિજયભાઈ ડાભી (19) રહે. ચાર માળિયા લીલાપર રોડ મોરબી વાળાનો સમાવેશ થાય છે.

અને તેની પાસેથી પોલીસે રોકડા રૂપિયા 1900 તથા 10 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 11,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આફતાફ હાજીભાઇ સમા રહે. મોરબી વાળો નાસી ગયેલ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

દારૂ સાથે એક શખ્સ પકડાયો
મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના મતવાવાસ ગેબનશાપીરની દરગાહ પાસે રહેતા યાસીનભાઈ કુરેશીના કબજા ભોગવટા વાળા મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલો મળી આવી હતી.

જેથી પોલીસે 2214 ની કિંમતની દારૂની બોટલો તથા 5 હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન આમ કુલ મળીને 7214 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે યાસીનભાઈ સીદ્દીકભાઇ કુરેશી (23) રહે. મતવાવાસ ગેબનશા પીરની દરગાહ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj