(જીગ્નેશ ભટ્ટ) મોરબી, તા.13
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલલિંગમાં હતી ત્યારે ટંકારા તાલુકાના નેસડા (ખા) ગામની સીમમાં ડેમીને તરફ જવાના રસ્તે ભુદરભાઈ પરસોતમભાઈની વાડી પાસે કાચા રસ્તે ઝાડ નીચે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી.
એલસીબીની ટીમ દ્વારા સ્થળ ઉપરથી નારણ પ્રાગજીભાઈ ભાડજા (54) રહે. નેસડા (ખા), ઓધવજી માધવજીભાઈ જીવાણી (64) રહે ખાનપર, પ્રવીણભારતી નારણભારતી ગોસ્વામી (70) રહે. રાજપરની ધરપકડ કરી હતી અને આ ત્રણ શખ્સો પાસેથી પોલીસે 37,500 ની રોકડ કબજે કરી હતી નાસી છુટેલા શખ્સોમાં ઈબ્રાહીમભાઇ ગુલામભાઈ સંધિ રહે નસીતપર, મુકેશ ધીરુભાઈ કોળી રહે. નેસડા (ખા) અને શૈલેષ સવજીભાઈ ઘોડાસરા રહે ખાનપર વાળાનો સમાવેશ થતો હોય હાલમાં છ શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને નાસી ગયેલા શખ્સોને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વરલી જુગાર
વાંકાનેરના વેલનાથ પરા નાકા પાસે વરલી જુગારના આંકડા લેતા કલ્પેશ ઉર્ફે શક્તિ મેઘજીભાઈ સોલંકી (42) રહે. આરોગ્યનગર ગાયત્રી મંદિર સામે મળી આવ્યો હતો જેથી પોલીસે 4600 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy