બાંટવામાં જુગાર કલબ પર સ્ટેટ મોનિટરીંગ સેલનો દરોડો : 7 ઝડપાયા : 3.11 લાખનો મુદ્દામાલ કબ્જે

Crime | Junagadh | 30 May, 2024 | 11:54 AM
અન્ય આઠ બાજીગરો ફરાર : સ્થાનિક પોલીસને અંધારામાં રાખી કાર્યવાહી
સાંજ સમાચાર

જુનાગઢ, તા. 30
દારૂ, જુગારની બદીને ડામી દેવા સરકાર દ્વારા કડક હાથે કામ લેવા જીલ્લાના પોલીસ વડાઓને કડક સુચના સાથે કાર્યવાહી કરવાની મહેતલ અપાયા બાદ માણાવદર નજીકના બાંટવા શહેરમાં સ્થાનિક પોલીસ સ્ટેશનને અંધારામાં રાખી ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા જુગારની કલબ પર ત્રાટકી 7ને દબોચી લીધા હતા જયારે 8 ભાગી છુટયા હતા જેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ અંગેની વિગત મુજબ બાંટવામાં ઝાંપા વિસ્તારમાં કલબમાં જુગાર રમતા હોવાની બાતમી ગાંધીનગર છેક સ્ટેટ મોનીટરીંગ સેલને મળવા પામેલ જયારે સ્થાનિક પોલીસ સબ સલામત અથવા કોઇ વીટામીન કામ કરતું હોય તેમ તેમને કોઇ જાણ ન હતી કે પોતાના શહેરમાં જુગાર કલબ ચાલે છે. 

બાંટવા ઝાપા વિસ્તારમાં જુગટુ ખેલતા સબીર ઇબ્રાહીમ ગરાણા (ધોરાજી) મેરામણ રામજી ગરચર, અજય થાવર, મોરવાણ, માંગરોળનો હારૂન મહમદ ગુજરાતી, જીલ્લાના નેત્રમ ગામનો ગૌરવ હિંમત માંડલીયા ધોરાજીનો  કિશન મુકેશ પેથાણી અને કુતિયાણાના મૈયારીણા ગામનો જીવારામ વદરને રોકડા રૂા. 86,550 સાત મોબાઇલ, રૂા. 35000 ચારમાં સાવાદન રૂા. 90,000 એક ફોરવ્હીલમાં એક લાખ કાગળના ટુકડામાં 1 થી 9 સુધી લખેલ આંક  મળી કુલ રૂા.3,11,550ની મતા કબ્જે કરી હતી. 

જયારે રેડ દરમ્યાન અમીન ઉર્ફે ભોલો ગરાણા રે.ધોરાજી, નગા કરણા મોરી રે. બાંટવા, યાસીન રે. ધોરાજી, હેુલ રબારી રે. બાંટવા, કારા મેમણ રે. ધોરાજી, રીઝવાન આમદ ઘાંચી માંગરોળવાળા આઠેય ભાગી છુટયા હતા રેડની તપાસ માણાવદર ઇન્ચાર્જ પીએસઆઇ બારોટે હાથ ધરી છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj