રાજકોટ, તા.18
પડધરીની સમ્રાટ પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ પાઈપ ઉત્પાદન કરતી હોય, આરોપીઓ પંજાબ, મહારાષ્ટ્ર અને ગુજરાતના નવસારીના વેપારી દ્વારા માલ ખરીદી કરેલ. જેના બીલની રકમ ચુકવવા અપાયેલા ચેકો પરત ફરતા સમ્રાટ પ્લાસ્ટીક ઈન્ડ.ના ભાગીદાર બિપીનભાઈ કાસુન્દ્રાએ કોર્ટ સમક્ષ ફરિયાદ કરેલ હતી.
આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર નહી રહેતા, ગેરહાજરીમાં કાર્યવાહી ચાલી શકતી ન હોય, જેથી ફરિયાદ પક્ષના એડવોકેટ જયેન્દ્ર એચ. ગોંડલીયા દ્વારા મહારાષ્ટ્રના આઝમી બર્પસના સહજ આઝમી, પંજાબના ગુરૂ રામદાસ સેનેટરી એન્ડ હાર્ડવેર સ્ટોરના ફરજ સિંધ અને નવસારીના કિંગ માર્કેટીંગના રમેશ ભીમાણીને ભાગેડુ જાહેર કરવા કાર્યવાહી કરી જાહેરનામાઓની બહોળી પ્રસિધ્ધી કરાવી હતી.
જેથી આરોપીઓની ગેરહાજરીમાં પુરાવો ગ્રાહ્ય રાખી આરોપીઓ વિરૂધ્ધનો પુરાવો સાબીત માની અદાલતે એક પણ વખતની હાજરી વગર આરોપીઓને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદ તથા ચેકની દોઢી રકમ ફરીયાદીને હુકમ તારીખથી 30 દિવસમાં ચુકવવા અને રકમ ન ચુકવે તો વધુ 3 માસની સાદી કેદની સજા ફરમાવતો રાજયનો પ્રથમ મહત્વનો ચુકાદો જાહેર કરેલ છે.
આ કેસમાં ફરીયાદી વતી ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોંડલીયા, હિરેન ડી. લિંબડ, દિલીપસિંહ જાડેજા, મોનિષ જોષી, પારસ શેઠ, કુલદિપસિંહ વાધેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, શીરાકમુદ્દીન એમ. શેરશીયા, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પિયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા, મયુર ગોંડલીયા, ધવલ જેઠવા, મનીષ ત્રીવેદી, મનીષ ઠાકર, યશ સોની, ભુમી મહેતા, દિપક રાઠોડ, કૌશીક ઉનાગર, યસ રાદડીયા, પ્રિયાંશ ધિનોરા, પદ્માવતીબેન રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy