શેરબજારમાં વધુ 620 પોઇન્ટનું ગાબડુ: હેવીવેઇટ-રોકડાના શેરોમાં નફારૂપી વેચવાલી

India | 30 May, 2024 | 04:51 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.30
મુંબઇ શેરબજારમાં આજે મંદીનો દોર આગળ ધપ્યો હતો. હેવીવેઇટ શેરોમાં આક્રમણકારી વેચવાલીથી સેન્સેક્સમાં 600 પોઇન્ટનું ગાબડુ પડ્યું હતું.
શેરબજારમાં આજે માનસ મંદીનું હતું.

લોકસભાની ચૂંટણી અંતિમ તબકકામાં હોવાથી પરિણામ પૂર્વે નફારૂપી વેચવાલીનો માહોલ રહ્યો હતો. વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલીનો પ્રત્યાઘાત હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હજુ એકાદ-બે દિવસ અફડાતફડીનો માહોલ રહી શકે છે. શેરબજારમાં આજે હિન્દ લીવર, ઇન્ડુસઇન્ડ બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ બેંક, મહિન્દ્ર, મારૂતિ, નેસલે, એનટીપીસી, પાવર ગ્રીડ, રીલાયન્સ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઇટન, એશિયન પેઇન્ટસ, બજાજ ફાઇનાન્સ, વિપ્રો વગેરેમાં ઘટાડો હતો. આઇસીઆઇસીઆઇ બેંક, એક્સીસ બેંક, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક વગેરે ઉંચકાયા હતાં. મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 600 પોઇન્ટના ગાબડાથી 73902 હતો તે ઉંચામાં 74493 તથા નીચામાં 73668 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 207 પોઇન્ટના ઘટાડાથી 22497 હતો તે ઉંચામાં 22705 તથા નીચામાં 22417 હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj