રાજકોટ,તા.23
મુંબઈ શેરબજારમાં ચાલુ સપ્તાહમાં રોલર કોસ્ટર રાઈડ જેવી હાલતમાં એક દિવસ તેજી અને એક દિવસ મંદિ થઈ હતી. ગઈકાલનાં કડાકા ભડાકા બાદ આજે ફરી ઉછાળો હતો. સેન્સેકસ 900 પોઈન્ટથી વધુ ઉંચકાયો હતો.
શેરબજારમાં આજે માનસ પોઝીટીવ હતું. વિશ્વ બજારની તેજીની સાનુકુળ અસર હતી.વિદેશી નાણા સંસ્થાઓની લેવાલી, ચોમાસાની બે-ત્રણ દિવસમાં એન્ટ્રીની આગાહી, ભારતીય અર્થતંત્રનો ડંકો વાગતો રહેવાના આંતર રાષ્ટ્રીય એજન્સીના રીપોર્ટ સહિતનાં કારણોથી તેજીને ટેકો મળ્યો હતો.
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે કોઈ નકારાત્મક કારણો નથી તેવી જ રીતે નવા પોઝીટીવ પરિબળો પણ નથી એટલે વારાફરતી તેજી-મંદી આવતી રહે છે. આવતા સપ્તાહમાં મે ફયુચરનો અંતિમ દિવસ આવશે જયારે તેના આધારીત વધઘટ શકય છે.
શેરબજારમાં આજે ટાઈટન, અલ્ટ્રાટ્રેક સીમેન્ટ, અદાણી પોર્ટ, એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, ઈન્ડુસઈન્ડ બેન્ક, ઈન્ફોસીસ, કોટક બેંક, સ્ટેટ બેંક, રીલાયન્સ, નેસલે, એનટીપીસી, પાવરગ્રીડ, જીયો ફાઈનાન્સમાં ઉછાળો હતો. અનિલ અંબાણીની કંપની રીલાયન્સ પાવર 15 ટકા ઉછળીને 51.25 તથા રીલાયન્સ ઈન્ફ્રા 7 ટકા ઉંચકાઈને 302 થયો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 822 પોઈન્ટના ઉછાળાથી 81774 હતો તે ઉંચામાં 81905 તથા નીચામાં 80897 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 260 પોઈન્ટના ઉછાળાથી 24869 હતો તે ઉંચામાં 24909 તથા નીચામાં 24614 હતો.
બીએસઈમાં 4040 શેરોમાંથી 2295 માં સુધારો હતો.. 1588 માં ઘટાડો હતો. 91 વર્ષની ઉંચાઈએ પહોંચ્યા હતા. 240 માં તેજીની સર્કીટ હતી. માર્કેટ કેપ 442.14 લાખ કરોડે પહોંચ્યુ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy