રાજકોટ તા.19
મુંબઈ શેરબજારમાં અનિશ્ચિતતાભર્યો માહોલ હોય તેમ આજે હેવીવેઈટ શેરો દબાણ હેઠળ આવતા સેન્સેકસમાં 300 પોઈન્ટનું ગાબડુ હતું. મીડકેપ શેરોમાં મીશ્ર ટોન હતો.
શેરબજારમાં આજે માનસ સાવચેતીનું રહ્યું હતું. ભારત પાકિસ્તાન ફરતે તમામ મોરચે ગાળીઓ કસી રહ્યું હોવાથી નવા કોઈ ગંભીર વળાંક આવવાની આશંકાથી માનસ સાવચેતીનું હતું.
વૈશ્વિક આર્થિક મોરચે ફરી મંદીના ભણકારા ઈઝરાયેલ હમાસ તથા રશીયા-યુક્રેન યુદ્ધ વકરવાનો પણ ખચકાટ હતો. વહેલુ ચોમાસું વિદેશી સંસ્થાઓની લેવાલી જેવા પોઝીટીવ કારણો ડીસ્કાઊન્ટ થઈ રહ્યાનું ચિત્ર હતું. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે નવા ટ્રેન્ડ માટે નવા કારણોની પ્રતિક્ષા શરૂ થયાનો માહોલ બન્યો હોવાનું જણાય છે.
શેરબજારમાં આજે અદાણી પોર્ટ, એચસીએલ ટેકનો, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, લાર્સન, મહિન્દ્ર, રીલાયન્સ, ટીસીએસ, ટાઈટન, ગ્રાસીમ જેવા શેરોમાં ઉછાળો હતો.બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, કોટક બેંક, એનટીપીસી, પાવરગ્રીડ, સ્ટેટ બેંક, બજાજ ઓટો, શ્રીરામ ફાઈનાન્સ, હીરો મોટો જેવા શેરોમાં સુધારો હતો.
મુંબઈ શેરબજારમાં સેન્સીટીવ ઈન્ડેકસ 308 પોઈન્ટના ઉછાળાથી 82021 હતો તે ઉંચામાં 82424 તથા નીચામાં 81964 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 80 પોઈન્ટના ઉછાળાથી 24938 હતો તે ઉંચામાં 25062 તથા નીચામાં 24919 હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy