શેરબજારમાં સાવચેતી વચ્ચે મંદીનો આંચકો: રોકડાના શેરોમાં વધુ ગાબડા

India, Business | 06 May, 2025 | 05:26 PM
સેન્સેકસ 200 પોઈન્ટ તૂટયો: મિડકેપ નિફટી 800 પોઈન્ટ ગગડયો
સાંજ સમાચાર

રાજકોટ તા.6
મુંબઈ શેરબજારમાં હવે ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા ટેન્શનમાં પ્રત્યાઘાત-સાવચેતી શરૂ થઈ હોય તેમ આજે તેજીને બ્રેક લાગવા સાથે મંદીનો આંચકો અનુભવાયો હતો હેવીવેઈટ કરતાં પણ મીડકેપ રોકડાના શેરોમાં ગાબડા વધુ હતા.

શેરબજારમાં આજે શરૂઆત સ્થિર ટોને થઈ હ્તી. માનસ સાવચેતીનું હતું.ભારત-પાકિસ્તાન વચ્ચેનો તનાવ ગંભીર સ્તરે વધી રહ્યો છે. યુરોપીયન દેશોએ પાકિસ્તાની એરસ્પેસથી ફલાઈટ ઉડાડવાનું અટકાવતાં તથા ભારતે યુદ્ધની મોકડ્રીલ યોજવાનું જાહેર કરતાં નિર્ણાયક કદમની તૈયારી થતી હોવાની અટકળો વ્યકત થવા લાગી હતી.

આ તકે વિદેશી સંસ્થાઓની લેવાલી, અર્થતંત્રના સારા સંકેત, વ્યાજદર ઘટવાનો આશાવાદ જેવા પોઝીટીવ કારણો ડીસ્કાઉન્ટ થઈ ગયા હતા. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે સંસ્થાકીય રોકાણ થકી તેજી થતી હોવા છતા ઈન્વેસ્ટર્સ સાવચેત જ હોવાનું જણાય છે.

શેરબજારમાં આજે કોટક બેંક, એનટીપીસી, પાવરગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ અદાણી પોર્ટ, એશીયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, ઈન્ડુસઈન્ડ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, જીયો ફાઈનાન્સીયલ, વગેરેમાં ઘટાડો હતો.

લાર્સન, મહીન્દ્રા, મારૂતી, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, હિન્દ લીવર, હીરોમોટો વગેરે દબાયા હતા. મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 157 પોઈન્ટના ઘટાડાથી 80639 હતો તે ઉંચામાં 80981 તથા નીચામાં 80510 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 68 પોઈન્ટ ઘટીને 24396 હતો તે ઉંચામાં 24509 તથા નીચામાં 24356 હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj