શેરબજારમાં મીશ્ર વલણ: સેન્સેક્સ રેડઝોનમાં: રોકડાના શેરો ઉછળ્યા

India, Business | 15 May, 2024 | 04:55 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.15
મુંબઇ શેરબજારમાં આજે બેતરફી વધઘટે મીશ્ર વલણ રહ્યું હતું. ઉછાળે નફારૂપી વેચવાલીથી પ્રારંભિક તેજી ટકી શકી નહતી. સેન્સેક્સ રેડઝોનમાં હતો જ્યારે નિફટીગ્રીન ઝોનમાં હતો. રોકડાના શેરો લાઇટમાં હતા.

શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને રહ્યા બાદ બેતરફી વધઘટ જોવા મળી હતી. પસંદગીના ધોરણે સુધારો હતો. અર્થતંત્ર વિશે પોઝીટીવ રીપોર્ટ આવતા રહ્યા હોવાથી સારી અસર હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ચૂંટણી પરિણામો સુધી માર્કેટમાં બેતરફી વધઘટનો માહોલ રહી શકે છે.
શેરબજારમાં આજે કોલ ઇન્ડિયા સીપ્લા, ભારતી એરટેલ, ભારત પેટ્રોલીયમ, સીમેન્સ, અદાણી ગ્રીન, લાર્સન, મહિન્દ્ર, એનટીપીસી, પાવર ગ્રીડ, રીલાયન્સ, સ્ટેટ બેંક વગેરે શેરોમાં ઉછાળો હતો. જ્યારે આઇશર મોટર્સ, બજાજ ઓટો, એશિયન પેઇન્ટસ, એચડીએફસી બેંક, ટાટા મોટર્સ, ટાઇટન, ઇન્ડુસઇન્ડ બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ વગેરેમાં ઘટાડો હતો.

મુંબઇ સેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 44 પોઇન્ટના ઘટાડાથી 73059 હતો તે ઉંચામાં 73301 તથા નીચામાં 72822 હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 7 પોઇન્ટ વધીને 22225 હતો તે ઉંચામાં 22297 તથા નીચામાં 22151 હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj