શોપીંગ મોલ- દુકાનો- સ્કુલોમાં આડેધડ સીલ મારવાનું બંધ કરો: અતુલ રાજાણી

Local | Rajkot | 11 June, 2024 | 04:40 PM
સરકારે આગ લાગી ત્યારે કુવો ખોદયો; મનપા તંત્ર પહેલા માર્ગદર્શિકા ઘડી વેપારીઓ-સ્કુલ સંચાલકોને પુરતો સમય આપે તેવી કોંગ્રેસ સમીતીની માંગ
સાંજ સમાચાર

રાજકોટ તા.11
રાજકોટમાં ગેમ ઝોનની ઘટના બાદ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગેલી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં આગ લાગે ત્યારે કુવો ખોદવાની માફક મનફાવે ત્યારે મન પડે ત્યારે સત્તાના જોરે પોલીસ અને વિજીલન્સના બંદોબસ્ત વચ્ચે શોપીંગ મોલ, કોમર્શીયલ સંકુલો, સ્કુલો, દુકાનો જેવા અન્ય સ્થળોએ ધડાધડ સીલ મારી દેવામાં આવે છે. જે પગલે મિલ્કતધારકોને કોઈ પણ જાતનો સમય આપવામાં આવતો નથી. કયારેક તો સીલ મારી દે પરંતુ ડોકયુમેન્ટ અંદર રહી જાય છે એવું પણ બનવા પામે છે.

જો કે સલામતીના મુદે કોઈ બાંધછોડ ન કરાય તે બાબત વ્યાજબી અને ઉચીત જ છે એવું અમે પણ માનીએ છીએ. પરંતુ ફાયર એનઓસી અને બીયુ પરમીશનની ચેકીંગ ડ્રાઈવમાં આડેધડ ધડાધડ મન ફાવે તે પ્રમાણે સીલો મારી વેપારીઓને અને મિલ્કત ધારકોને પરેશાન કરવામાં આવે છે. સીલ લગાવેલા તેમાના કેટલાક ઈમ્પેકટ ફી અંતર્ગત સ્કીમ હેઠળ અરજીઓ કરી છે જે અરજીઓ અંગે લાંબા સમયથી નિકાલ કર્યા વગર સીલ લગાવી દેવામાં આવે છે.

દાદાગીરીથી સીલ લગાવી ધાક-ધમકી આપતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ફાયર સલામતીના કાયદા ઓઠા તળે અવ્યવહારુ અને જડતાપૂર્વકનું વલણ અપનાવવામાં આવે છે જે ગેરવ્યાજબી અને એક તરફી છે.

સીલ મારતા પહેલા જે તે સ્કુલ સંચાલકો કે બિલ્ડીંગના માલીકોને વેપાર ઉદ્યોગકારોને થતી હેરાનગતિ નિવારવા માટે રાજકોટ મહાનગરપાલીકા માર્ગદર્શિકા આપે અને નોટીસ આપી 30 દિવસમાં તમામ ફાયર એનઓસી અને બીયુ સર્ટીફીકેટ સહિતના સલામતીના સાધનોની પૂર્તતા માટેનો સમય આપવો જોઈએ અને ત્યારબાદ પણ જો સલામતીના સાધનો ન વસાવે તો સીલ લગાવવું જોઈએ.અમારી જાણ મુજબ હાલમાં ફાયર સાધનોની બજારમાં ભારે તંગી અને કાળાબજાર થઈ રહ્યા છે જે પગલે વેપારીઓ, સ્કુલ સંચાલકો અને કોમર્સીયલ સંકુલોને ભારે હાડમારી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ફાયરના સાધનો બાબતે કઈ જગ્યાએથી સાધનો વસાવી શકાય તેના સરનામા સાથેનું લીસ્ટ આપવું જોઈએ અને જો બજારમાં કાળા બજાર કરાતા હોય તો આવા ફાયરના સાધનો વેચવા વાળા વેપારીઓને પણ તંત્ર દ્વારા પગલા ભરવા જોઈએ. જરૂર જણાયે રાજકોટ મહાનગરપાલિકા જે કંઈ ફાયર સાધનોની જરૂરિયાત નોટીસ ધારકોને ઉપલબ્ધ હોય તેને નહીં નફો નહી નુકશાનના ધોરણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલીક જે તે સમયે આપી તેનો ખર્ચ મિલ્કત ધારક પાસેથી વસુલી તાત્કાલીક એનઓસી સર્ટી પણ આપવાનું જોઈએ.

જેથી વેપારીઓ અને સ્કુલ સંચાલકો કે કોમર્શીયલ સંકુલોને વેપાર ઉદ્યોગકારોને થતી હાડમારી અને હાલાકી ભોગવવી ન પડે.રાજકોટ શહેર કોંગ્રેસ સમીતીના આગેવાનોની રજુઆતના સંદર્ભે વિષયદર્શિત બાબતે હકારાત્મક વલણ અપનાવી આપ દ્વારા થયેલ કાર્યવાહીની જાણ કરવા ડો. હેમાંગભાઈ વસાવડા, હિતેશભાઈ વોરા, ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મેઘજીભાઈ રાઠોડ, ડી.પી.મકવાણા, જસવંતસિંહ ભટ્ટી, મયુરસિંહ પરમાર, દીપુ રવૈયા, ચિંતન દવે, ગજેન્દ્રસિંહ ઝાલાએ માંગણી કરી છે અન્યથા ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj