સૌરાષ્ટ્રમાં તાપમાનમાં વધ-ઘટ વચ્ચે ફુંકાતા તેજીલા પવનો

Saurashtra | Rajkot | 29 May, 2024 | 11:54 AM
અમદાવાદમાં-44, રાજકોટ, ભાવનગર, ગાંધીનગરમાં-43 ડિગ્રી તાપમાન
સાંજ સમાચાર

રાજકોટ,તા.29
રાજકોટ સહિત રાજયમાં ગઈકાલથી ફરી તાપમાનનો પારો ઉપર નીચે થઈ રહ્યો છે. આગ ઝરતી લૂં સાથે અનેક સાથે આકરૂ તાપમાન ફરી નોંધાવા લાગતા લોકો અકલાવા લાગ્યા છે. તો ઘણા સ્થળે તાપમાં રાહત રહેવા પામી હતી ગઈકાલે પણ અનેક સ્થળોએ તાપમાનનો પારો 40 થી 43 ડિગ્રીને પાર થઈ ગયો હતો.

તો, આજે સવારથી રાજકોટ સહિત અનેક સ્થળોએ ઝડપી પવનનાં સુસવાટા ફુકાતા રહ્યા હતાં.દરમ્યાન ગઈકાલે ફરી એકવાર 44.1 ડિગ્રી સાથે અમદાવાદ રાજયનું સૌથી ગરમ શહેર રહ્યુ હતું. તો રાજકોટમાં 43, ભાવનગરમાં 46.6, સુરેન્દ્રનગરમાં 42, ગાંધીનગરમાં 43.4, ડિગ્રી તેમજ અમરેલીમાં 40.8, વડોદરામાં 40.6, ભૂજમાં 39.4, છોટાઉદેપૂરમાં 39.5, દાહોદમાં 38.5, ડિસામાં 41.8,  દિવમાં 34.8, અને કંડલામાં 36.5 તથા વેરાવળમાં 34.8 ડિગ્રી, મહત્તમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.

ભાવનગરમાં હીટવેવ યથાવત રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સમયે લૂ ફુકાતા પવનના કારણે લોકો તોબા પોકારી ગયા છે. ભાવનગર શહેરમાં  મહત્તમ તાપમાન 43.6 ડીગ્રી નોંધાયું છે .જ્યારે લઘુતમ તાપમાન 39.4 ડિગ્રી રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 46% રહ્યું છે. જ્યારે પવનની ઝડપ 28 કિ.મી .પ્રતિ કલાકની રહી છે. આખો દિવસ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

જામનગરમાં મીની વાવઝોડા જેવો પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. તીવ્ર પવન વચ્ચે મંગળવારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 37 ડિગ્રી નોંધાયું હતું. વાતવરણમાં ભેજનું પ્રમાણ 75 ટકા રહ્યું હતું. જામનગરમાં છેલ્લા 10 દિવસથી વધુ સમયથી તેજીલા વાયરાઓનો દોર ચાલી રહ્યો છે. જે આજે પણ યથાવત્ રહ્યો હતો.  છેલ્લા ચોવીસ ક્લાકમાં પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ 16.3 કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા પવનના પગલે શહેરમાં મીની વાવાઝોડા સમાન માહોલ જોવા મળ્યો હતો.

ઝપાટાબંધ રીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે રાહદારીઓ વાહનચાલકોને તથા હાલાકીનો સામનો કરવો પડયો હતો. ખાસ કરીને ધૂળની ડમરી ઉડતા ગૃહિણીઓને સામાન્ય દિવસો કરતા ઘરની વધારે વખત સફાઈ કરવાની જરૂર પડી હતી. 

તેજીલા વાયરાઓ વચ્ચે નગરમાં  સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 37 ડીગ્રી અને અડધો ડીગ્રી વધીને લઘુતમ તાપમાન 29.6 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ટકા  76 ટકા રહ્યું હતું.જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 16.3 કિમિ નોંધાઈ હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj