નવીદિલ્હી,તા.17
હાલ અલગ અલગ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે ટ્રાફિક જામને કારણે આવા સમયે પરીક્ષા કેન્દ્રો સુધી સમયસર પહોંચવું સૌથી મોટી ચેલેન્જ હોય છે. એક તરફ પરીક્ષાનું ટેન્શન અને બીજી તરફ સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાની ઝંઝટ વિદ્યાર્થીઓના ટેન્શનમાં વધારો કરે છે.
આવા સમયે એક વિદ્યાર્થીએ ટ્રાફિક જામમાં ફસાવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માટે અનોખો જુગાડ શોધી કાઢ્યો હતો.જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેને કોઈ પેરાગ્લાઈડિંગ પોઈન્ટથી રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આ જગ્યાએ કેટલાય લોકો એકઠા થયા છે. આ દરમ્યાન એક પેરાગ્લાઈડિંગ હવામાં ઉડતું દેખાઈ રહ્યું છે. તે ધીમે ધીમે પોતાના ગંતવ્ય તરફ આગળ વધતું દેખાય છે.
વીડિયોમાં એ દેખાતું કે તે ક્યાં ગયો પણ જણાવી દઈએ કે, તે પેરાગ્લાઈડિંગ ક્યાં પહોંચ્યું. હકીકતમાં જોઈએ તો, એક વિદ્યાર્થીએ પોતાના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં મોડું થઈ રહ્યું હતું, તો તેણે દિમાગ લગાવીને પેરાગ્લાઈડિંગ દ્વારા હવામાં ઉડતા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચ્યો હતો.
જે વિદ્યાર્થીને પેરાગ્લાઈડિંગ દ્વારા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેનું નામ સમર્થ મહાંગડે છે. અને તે બી. કોમ પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. તે હેરિસન ફોલી પોઈન્ટ પર એક શેરડીના રસનો સ્ટોલ ચલાવે છે. તેને પોતાના પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવાનું હતું.
પણ પર્યટકોની ભીડના કારણે ઘાટ પરથી યાત્રા કરતા તે પરીક્ષા કેન્દ્ર જવામાં બહુ સમય લાગતો હતો, તેની પાસે સમયની કમી હતી. બાદમાં તેણે પેરાગ્લાઈડિંગ કરતા હેરિસન ફોલી પોઈન્ટથી ઘાટ સેક્શન થતાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચતો જોઈ શકાય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy